ગુજરાત

gujarat

ETV Bharat / bharat

આગરાનું એક ગામ જ્યાં એક ભાઇ હિન્દુ છે, તો બીજો ભાઇ છે મુસલમાન...વિશ્વાસ કરવો અઘરો છે! - Uttarpradesh

આગરા: ભારતીય સંસ્કૃતિના મૂળમાં જ હિન્દુ-મુસ્લિમ એકતાની કેટલીય અદ્દભુત વાતો અને ઉદાહરણો તેમજ માન્યતાઓ ઇતિહાસમાં મળી આવે છે. અહીંયા પરસ્પર ભાઇચારો અને સમાનતા દરેક ધર્મને પ્રેમથી જોડીને રાખે છે. કહેવાય છે કે, અહીંયા તો ગંગા-જમુના તહજીબ પણ હિન્દુ-મુસ્લિમ એકતા અને ભાઇચારાનું અનોખુ ઉદાહરણ છે. પણ આજે અમે તમને જેવા વાત કહેવા જઇ રહ્યાં છીએ તે પોતાનામાં જ એક અદ્દભુત ઉદાહરણ છે. જે ન માત્ર નવાઇ પમાડે પણ લોકોમાં અચંબો પણ પેદા કરે તેવી વાત છે.

ફાઇલ ફોટો

By

Published : Jun 6, 2019, 12:42 PM IST

આગરા જિલ્લામાં આવેલા સાધના ગામની એક અનોખી વાર્તા છે, જ્યાં કાકા હિન્દુ ધર્મમાં માને છે, જે મંદિરમાં જાય છે તો ભત્રીજો પાંચ ટાઇમ નમાઝ વાંચી અલ્હાની ઇબાદત કરે છે. જ્યાં દાઢીવાળા વિજેન્દ્ર મુસ્લિમ છે, તો કુર્તો પહેરેલો ઇકરામનો ધર્મ હિન્દુ છે. નવાઇ તો ત્યારે લાગી જ્યારે ખબર પડી કે, અહીંયા એક જ ઘરમાં બે ભાઇઓ તો, તેમાંનો એક ભાઇ હિન્દુ ધર્મ પાળે છે, જ્યારે અન્ય ભાઇ મુસ્લિમ ધર્મમાં માને છે.

આમ, તો આગ્રાના આ સાધના ગામની જનસંખ્યા 17,000 જેટલી છે. જેમાંથી 7000 લોકો મતદાન કરે છે. તેમાંથી 25 ટકા લોકો મુસ્લિમ છે. હિન્દુ-મુસ્લિમ પરસ્પર સંબંધો અંગેની વાત સાધના ગામના રહેવાસી રિટાયર્ડ શિક્ષક આર એ ખાને જણાવી હતી.

આગરાનું એક ગામ જ્યાં એક ભાઇ હિન્દુ છે, તો બીજો ભાઇ છે મુસલમાન...વિશ્વાસ કરવો અઘરો છે.

આ ગામના જ પ્રધાન જમીલ જાદૌને જે વાત કહી તે સાંભળીને તો અચંબામાં જ પડી જવાય તેમ છે, પણ વાત તો એકદમ સાચી હતી. તેઓનું કહેવું છે કે, પહેલા અહીંયા હિન્દુઓ હતા. પછી તમામ લોકો મુસ્લિમ થઇ ગયા. થોડા સમય બાદ હિન્દુત્વનો આરંભ થયો કે, ફરીથી તમામ લોકો હિન્દુ બની ગયા. તેઓએ જણાવ્યું કે, તમે અહીંના લોકોને જોઇને જ નક્કી કરી શકો કે કોણ કયા ધર્મનું છે.

આ ગામની અનોખી વાત લોકોને કાને પડતા લોકો અહીંયા દૂર-દૂરથી મુલાકાતે આવતા હોય છે અને ખાસ અહીંયાના લોકોની વાત સાંભળવા આવે છે. જે બાદ અહીંયા આવીને જ સત્યનો સ્વીકાર કરે છે.

આજના સમયમાં જ્યારે રાજકીય નેતાઓ સત્તા મેળવવા માટે લોકોને ધર્મના નામે દૂર કરતા હોય છે, ત્યારે આગરાનું આ સાધના ગામ એ રાજનેતાઓ અને રાજકીય દળો માટે એક ઉદાહરણ છે, સાથે જ એક શિખામણ પણ છે.

ABOUT THE AUTHOR

...view details