અનેક દેશો સાથે દ્વિપક્ષીય મુક્ત વેપાર સમજૂતીઓ (એફડીએ)ની ભારત દ્વારા ચાલી રહેલી સમીક્ષા અને તેની વિરુદ્ધની દલીલો વિશે વર્ગીઝે કહ્યું હતું કે, જ્યારે વેપાર ઉદારીકરણ પર વાટાઘાટની વાત આવે છે ત્યારે ભારત અને ઑસ્ટ્રેલિયા બંનેની અલગ-અલગ આકાંક્ષાઓ છે. તેમણે ઉમેર્યું હતું કે ભારતનો મિશ્ર અનુભવ છે અને એફટીએમાં તેની આકાંક્ષાનું સ્તર નીચું છે, જ્યારે ઑસ્ટ્રેલિયામાં મધ્ય થિયરી પહેલેથી માને છે કે એફટીએ અર્થતંત્ર માટે ઉપયોગી સાધન છે.
દક્ષિણ પૂર્વ એશિયાઈ રાષ્ટ્રોના સંઘ (આશિયાન)ના ૧૦ સભ્ય દેશો અને ચીન, જાપાન, દક્ષિણ કોરિયા, ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ સહિત આ સમૂહના સંવાદ ભાગીદારો સાથે લાંબી ચાલેલી મંત્રણા બાદ ભારતે બેંગ્કોકમાં યોજાયેલી આશિયાન શિખર પરિષદ દરમિયાન સૂચિત આરસીઇપી સમજૂતીમાંથી બહાર નીકળી જવાનું પસંદ કર્યું હતું. “આજે જ્યારે આપણે આસપાસ જોઈએ છીએ ત્યારે આપણે જોઈએ છીએ કે આરસીઇપીની વાટાઘાટોનાં સાત વર્ષમાં વૈશ્વિક આર્થિક અને વેપાર સંબંધી પરિદૃશ્યો સહિત અનેક ચીજો બદલાઈ છે. આપણે આ પરિવર્તનોની અવગણના ન કરી શકીએ. આરસીઇપી સમજૂતીનું વર્તમાન સ્વરૂપ આરસીઇપીની મૂળભૂત ભાવના અને સંમત માર્ગદર્શક સિદ્ધાંતોને પૂરી રીતે દર્શાવતું નથી. આવી સ્થિતિમાં ભારત માટે આરસીઇપી સમજૂતીમાં જોડાવું સંભવ નથી,” તેમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ થાઇલેન્ડમાં પોતાના વક્તવ્યમાં આરસીઇપીમાંથી બહાર નીકળી જવાનો નિર્ણય જાહેર કરતી વખતે કહ્યું હતું.
આરસીઇપી છોડવાથી ભારત માટે અમેરિકા અને યુરોપીય સંઘ સાથે એફટીએ પર ચાલી રહેલી વાટાઘાટોમાં વધુ છૂટછાટોની દરખાસ્ત કરવી અઘરી બનશે કે કેમ તેવા પ્રશ્નના જવાબમાં, વિદેશ ખાતાના (આર્થિક વિભાગ અને વિદેશોના) અધિક સચિવ પી. હરીશે કહ્યું હતું કે જે તમામ ૧૫ દેશો આરસીઇપીમાં જોડાવા માન્યા છે તેમની સાથે ભારતને વેપાર ખાધ છે તે ગેરફાયદારૂપ વાત છે. જોકે અમેરિકા અને યુરોપીય સંઘ સાથે ભારત વેપારમાં બઢત ધરાવે છે, તેમ તેમણે કહ્યું હતું.
ભારતીય અર્થતંત્ર રણનીતિ પત્ર વર્ષ ૨૦૩૫ સુધીમાં ઑસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે વેપાર, વાણિજ્ય અને મૂડીરોકાણ ભાગીદારીને બદલવા માટેની બ્લુપ્રિન્ટ છે. વર્ગીઝે ભારતની અલગ જનસંખ્યાને જોતાં ભારતીય બજારમાં ઑસ્ટ્રેલિયાની વધુ નિકાસ થાય તે માટે આગ્રહ કર્યો હતો. દરમિયાનમાં હરીશે ખાતરી આપી છે કે અર્થતંત્રમાં ચક્રીય અને માળખાગત સુસ્તી છે, ત્યારે ભારત સરકાર ઑટોમોબાઇલથી લઈને બાંધકામના ક્ષેત્ર પર ધ્યાન સાથે ક્ષેત્ર મુજબ ચિંતાઓને હલ કરી રહી છે. વક્તાઓએ ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે પર્યટન અને વેપારને ઉત્તેજન આપવા માટે સીધા વિમાન જોડાણની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. બંને દેશો વચ્ચેના આર્થિક સંબંધોને ઉત્તેજન આપવા માટે ઊર્જા, પુન:પ્રાપ્ય, ફિનટૅક, એનિમેશન ગેમિંગ, બૅન્કિંગ ઉકેલો, તબીબી ટૅક્નૉલૉજી, હીરા અને ઝવેરાતને મહત્ત્વના ક્ષેત્રો તરીકે ઓળખી કઢાયાં છે.
વરિષ્ઠ પત્રકાર સ્મિતા શર્માએ ઑસ્ટ્રેલિયાના પૂર્વ વિદેશ સચિવ પીટર વર્ગીઝ સાથે આરસીઇપીમાંથી ભારત બહાર નીકળી જવા વિશે વાત કરી હતી. અહીં ખાસ વાતચીત પ્રસ્તુત છે.
પ્ર. ભારત અર્થતંત્ર રણનીતિ અહેવાલ પર મહત્ત્વની કઈ પ્રગતિ સધાઈ છે?
પ્રગતિ એ સધાઈ છે કે સરકારે ભલામણો પ્રત્યે સુવિચારિત અને પદ્ધતિસરનો અભિગમ દાખવ્યો છે. અમલમાં પ્રગતિ થાય તે સુનિશ્ચિત કરવા આપણી પાસે હવે એક વ્યવસ્થા છે.
પ્ર. ભારતે આરસીઇપીમાંથી બહાર નીકળી જવાનું પસંદ કર્યું તેનાથી દુનિયામાં શું સંદેશ ગયો છે?