ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ધ્વજ વંદન સમયે AMUના કુલપતિ વિરુદ્ધ વિદ્યાર્થીઓએ VC 'ગો બેક'ના સૂત્રોચ્ચાર કર્યા, 4 વિદ્યાર્થીઓની અટકાયત - VC 'ગો બેક'

અલગીઢ મુસ્લિમ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર તારિક મનસૂરને ધ્વજ વંદન સમયે વિદ્યાર્થીઓના વિરોધનો સમાનો કરાવો પડ્યો છે. VCના ભાષણ દરમિયાન વિદ્યાર્થીઓએ VC ગો-બેકના સૂત્રોચ્ચાર કર્યા હતા. જે બાદ કાર્યક્રમમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.

AMU
ધ્વજ વંદન

By

Published : Jan 26, 2020, 8:17 PM IST

અલીગઢ: અલગીઢ મુસ્લિમ યુનિવર્સિટી (AMU) વાઈસ ચાન્સેલર તારિક મંસૂર પ્રજાસત્તાક દિવસે ધ્વજ વંદન માટે સ્ટ્રેચી હોલ પહોંચ્યા હતા. VCના ભાષણ દરમિયાન વિદ્યાર્થીએ VC ગો-બેકના સૂત્રોચ્ચાર કર્યા હતા. જે બાદ પોલીસે 4 વિદ્યાર્થીઓની અટકાયત કરીને પૂછપરછ કરી રહી છે.

આ મામલે VC સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારે તેમણે પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા આપી હતી. આ મામલે તેઓ ચુપ રહ્યા હતા. વિદ્યાર્થીઓએ પોલીસ પર મારપીટનો આરોપ લગાવ્યો છે.

ધ્વજ વંદન સમયે AMUના કુલપતિ વિરુદ્ધ વિદ્યાર્થીઓએ VC 'ગો બેક'ના સૂત્રોચ્ચાર કર્યા

મળતી વિગતો પ્રમાણે વિદ્યાર્થીઓએ કુલપતિને કાળા ઝંઝા દેખાડવાનો પ્રયત્ન કર્યો હતો. વિદ્યાર્થીઓએ પ્રોક્ટર ઓફિસનો ઘેરાવ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, 15 દિવસની ઘટનાને લઇને વિદ્યાર્થીઓમાં નારાજગી છે. વિદ્યાર્થીઓ દ્વારા કુલપતિના રાજીનામાની માગ કરવામાં આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details