ગુજરાત

gujarat

ઓડિશા-બંગાળ પર અમ્ફાન ચક્રવાતનો ખતરો: PM મોદીએ તૈયારીઓની કરી સમીક્ષા

By

Published : May 18, 2020, 7:30 PM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રાલય અને રાષ્ટ્રીય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના અધિકારીઓ સાથે દેશના કેટલાક ભાગોમાં ચક્રવાત અમ્ફાનની સ્થિતિની સમીક્ષા બેઠક યોજી હતી.

'Amphan' to intensify into super cyclone by Monday evening
ઓડિશા-બંગાળ પર અમ્ફાન ચક્રવાતનો ખતરો

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગૃહ મંત્રાલય અને રાષ્ટ્રીય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના અધિકારીઓ સાથે દેશના કેટલાક ભાગોમાં ચક્રવાત અમ્ફાનની સ્થિતિની સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં ગૃહપ્રધાન અમિત શાહ પણ હાજર હતાં.

આ બેઠક દરમિયાન PM મોદીએ પરિસ્થિતિનો પૂરેપૂરી જાણકારી લીધી હતી અને ચક્રવાત સામે લડવાની તૈયારીઓ અંગે માહિતી હતી. આ સિવાય વડાપ્રધાને એનડીઆરએફ દ્વારા ખાલી કરાવવાની જગ્યાઓ વિશે સમીક્ષા કરી હતી. આ અંગે ડીજી નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સે જણાવ્યું કે, 25 એનડીઆરએફ ટીમ તૈનાત કરવામાં આવી છે, જ્યારે અન્ય 12 રિઝર્વ કરી દેવામાં છે. એનડીઆરએફની અન્ય 24 ટીમો પણ દેશના જુદા-જુદા ભાગોમાં સ્ટેન્ડબાય મોડ પર છે.

ઓડિશામાં ચક્રવાતી તૂફાન અમ્ફાન વિકરાળ રૂપ લઈ શકે છે. કહેવામાં આવી રહ્યું કે, અમ્ફાન 12 કલાકમાં સુપર ચક્રવાતમાં બદલાશે. જે હવે ઉત્તર-ઉત્તર પૂર્વ દિશામાં ગતિ કરશે. તેની ગતિ 155-165 કિમી પ્રતિ કલાક અને વિકરાળ રૂપ લીધા બાદ 185 કિમી પ્રતિ કલાક હોઈ શકે છે. જો કે, કોલકાતા હવામાના વિજ્ઞાન કેન્દ્રએ આશંકા વ્યક્ત કરી છે કે, ચક્રવાતી તૂફાન અમ્ફાન રવિવારે બંગાળની ખાડીની ઉપર ભીષણ ચક્રવાતી તૂફાનમાં બદલાઈ ગયું છે. જેનાથી ઓડિશા અને પશ્ચિમ બંગાળના કેટલાક તટીય જિલ્લાઓમાં ઝડપી પવનની સાથે ભારે વરસાદ વરસી શકે છે.

આ તૂફાનનું કેન્દ્ર ઓડિશાના પારદીપથી 980 કિમી દક્ષિણમાં, પશ્ચિમ બંગાળના દીઘાથી 1,130 કિમી દક્ષિણ-દક્ષિણ પશ્ચિમમાં સ્થિત છે. જે આગામી 12 કલાકમાં ભીષણ ચક્રવાતી તૂફામાં બદલાઈ શકે અને આગામી 24 કલાકમાં ધીમ-ધીમે ઉત્તર તરફ વધી શકે છે. હવામાન વિભાગ મુજબ, ચક્રવાતી તોફાન અમ્ફાનથી ઓડિશામાં સોમવારે સામાન્યથી મધ્યમ વરસાદ થઈ શકે છે. જ્યારે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ વરસી શકે છે.

મંગળવારે અને બુધવારે તટીય ઓડિશના મોટા ભાગના સ્થાનો પર સામાન્યથી મધ્યમ વરસાદ વરસી શકે છે. 20 અને 21મેના રોજ બાલાસોર, ભદ્રક, મયૂરભંજ અને ક્યોંઝર જિલ્લાઓમાં કેટલીક જગ્યાઓએ ભારે વરસાદ વરસી શકે છે.

ABOUT THE AUTHOR

...view details