ભુવનેશ્વરઃ ચક્રવાત 'ઓમ્ફાન' ના સંભવિત ખતરાને ધ્યાને રાખીને રવિવારે ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રીય આપતિ નિવારણ બળ (NDRF)ની ટીમ તૈનાત કરવામાં આવી હતી. આ વચ્ચે ઓડિશાએ કહ્યું કે, તે આ ચક્રવાતથી ખરાબ રીતે પ્રભાવિત થનારા 11 લાખ લોકોને સુરક્ષિત સ્થાન પર પહોંચાડવા માટે તૈયાર છે.
NDRFના મહાનિર્દેશક એસ એન પ્રધાને નવી દિલ્હીમાં કહ્યું કે, ભારતીય હવામાન વિભાગના રવિવારે એક રિપોર્ટ અનુસાર બંગાળની ખાડીમાં એક પ્રચંડ ચક્રવાતી તોફાનમાં પરિણમશે અને સંભવિત આગામી 24 કલાકમાં તે વધું પ્રચંડ બની શકે છે.
તેમણે કહ્યું કે, તેનો માર્ગ મુખ્ય રુપે પશ્ચિમ બંગાળ, સાગર દ્વીપ સમુહ અને કદાચ બાંગ્લાદેશ તરફ છે, પરંતુ અમારે તેના પર પુરતું ધ્યાન આપવું પડશે. NDRFએ સમય રહેતા જ પોતાની ટીમને તૈનાત કરી છે.
ચક્રવાતી તોફાન ભારતીય તટ તરફ આગળ વધતા ઓડિશા તથા પશ્ચિમ બંગાળના કેટલાય તટીય જિલ્લાઓમાં તેજ પવનો સાથે ભારે વરસાદની સંભાવના છે.
કોલકાતાના પ્રાદેશિક હવામાન કેન્દ્રના નિયામક જી.કે.દાસે જણાવ્યું હતું કે પશ્ચિમ બંગાળના સાગર ટાપુઓ અને બાંગ્લાદેશમાં હટિયા આઇલેન્ડ વચ્ચે પશ્ચિમ બંગાળ-બાંગ્લાદેશ દરિયાકિનારે 20 મેની બપોર અને સાંજની વચ્ચે તોફાન ખૂબ જ તીવ્ર ચક્રવાતનું વાવાઝોડું આ વિસ્તારોમાંથી પસાર થઈ શકે છે.