ગૃહવિભાગે જણાવ્યુ કે, અમિત શાહે નક્સલવાદી વિરુધ્ધ ચાલી રહેલા અભિયાનો અને નક્સલ પ્રભાવિત ક્ષેત્રોમા ચાલી રહેલા વિકાસ કાર્યોની સમીક્ષા કરી.ગૃહપ્રધાન બન્યા બાદ અમિત શાહની આ બાબતે પહેલી બેઠક હતી. માઓવાદીથી પ્રભાવિત 10 રાજ્યો જેવા કે છત્તીસઢ, ઝારખંડ, ઓરિસ્સા, પશ્વિમ બંગાળ, બિહાર, મહારાષ્ટ્ર,તેલંગાણા, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશ છે.
અમિત શાહની નક્સલ પ્રભાવિત રાજ્યોના CM સાથે બેઠક - latest politics news
નવી દિલ્હી: કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહે નક્સલવાદી રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે બેઠક કરી હતી. ગૃહ વિભાગે સુરક્ષાના હેતુથી બેઠક યોજી હતી. આ બેઠકમાં બિહારના મુખ્યપ્રધાન મુખ્યપ્રધાન નીતીશ કુમાર, ઓડિશાના મુખ્યપ્રધાન નવીન પટનાયક ઉપરાંત ઉતરપ્રદેશ, મધ્યપ્રદેશ, ઝારખંડ, છત્તીસગઢ સહિતના મુખ્યપ્રધાન બેઠકમાં ભાગ લેવા પહોંચ્યા હતા. જો કે, પશ્વિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજી હાજર રહ્યા નહોતા.
અમિત શાહની નક્શલ પ્રભાવિત રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે બેઠક યોજાઈ
વિભાગે જણાવ્યુ કે, 2009 થી 2013 સુધીમા 3,326 જેટલા લોકોનુ મૃત્યુ થયુ હતુ. જ્યારે 2014 થી 2018ના ગાળામા 1,321 લોકો મુત્યુ પામ્યા હતા. જેમા 60.4 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. ચાલુ વર્ષે પાંચ મહિનામા નક્સલ હિંસાની 310 ઘટના સામે આવી છે. જેમા 88 લોકોના મોત થયા હતા.