મહત્વનું છે કે, 2013-14માં અમિત શાહની કરપાત્ર આવક 41.93 લાખ હતી. જે 2017-18માં વધીને આશરે 53.90 લાખ થઈ છે, જ્યારે અમિત શાહની પત્નીના આવક 2013-14માં 14.55 લાખ હતી, જે 2017-18માં વધીને આશરે 2.30 કરોડ થઈ છે. આમ, અમિત શાહ કરતા તેમના પત્નીની આવકમાં મોટો વધારો થયો હોવાનું એફિડેવિટમાં જણાવા મળ્યું છે. અમિત શાહે આપેલી એફિડેવિટમાં વર્ષ 2017-18માં પોતાની આવક 53.90 લાખ, જ્યારે પત્નીની આવક 2.30 કરોડ દર્શાવી છે.
અમિત શાહે સંપત્તિ જાહેર કરી
- અમિત શાહે ઉમેદવારી પત્રકમાં કુલ 18.77 કરોડની સંપત્તિ દર્શાવી છે. શાહે 18 લાખ રોકડા, 17.59 કરોડના રોકાણ, જ્યારે 35 લાખના દાગીના સાથે શાહની કુલ સંપત્તિ 18.77 કરોડની છે. અમિત શાહે વારસામાં 7.67 કરોડની મિલકતો છે. અમિત શાહ પાસે વારસાગત 10 એકર જમીન છે. વડનગરના કરબટિયા ગામમાં પણ 10 એકર જમીન, અમદાવાદના લીલીપુરમાં 1.4 એકર ખેતીની જમીન છે. આ ઉપરાંત શાહ પાસે માણસા અને અમદાવાદમાં રહેણાંક મકાન પણ છે. ગાંધીનગરમાં 3511 ચોરસ ફૂટનો પ્લોટ અને સોલામાં એક કોમર્શિયલ મકાન છે.