શાહનો શંખનાદ
અમિત શાહની રેલી માટે હરિયાણા ભાજપે રોહતકમાં રોડ શૉ કરવા માટે સમય પણ માગી લીધો હતો. દશેરાના આગલા દિવસે એટલે કે 9 ઓક્ટોબરે અમિત શાહ હરિયાણા જશે. જ્યાં તેઓ કૈથલમાં પુંડારી, ગુહલા,ચીકા અને કૈથલમાં સંયુક્ત રેલીઓનું આયોજન છે.
હરિયાણામાં સંયુક્ત રેલીઓ
ત્યાર બાદ બપોરે બરવાલામાં હાંસી, બરવાલા અને ઉકલાનામાં સંયુક્ત રેલી થશે. જ્યારે બપોર બાદ લોહારુમાં તોશામ, બાઢડા અને લોહારુમાં પણ સંયુક્ત રેલી થશે. સાંજે 3 વાગ્યે મહમ પહોંચશે, જ્યાં મહમ, કલાનૌર અને ગઢી-સાંપલા કલોઈ વિધાનસભાની સંયુક્ત રેલી થશે.