શાહની સાથે ગૃહ રાજ્યપ્રધાન નિત્યાનંદ રાય અને ગૃહ સચિવ અજય ભલ્લા પણ હાજર હતા. તેમણે લોધી રોડ સ્થિત સીજીઓ કોમ્પલેક્ષમાં સૈન્ય કાર્યાલયમાં શનિવારે આશરે 4 કલાક વિતાવ્યા. મોદી સરકારમાં ગૃહ પ્રધાન બન્યા બાદ સીમાની દેખરેખ કરનારા સૈન્ય કાર્યાલયની અમિત શાહે પ્રથમવાર મુલાકાત લીધી.
ગૃહ પ્રધાને ITBP કાર્યાલયમાં ચીન સરહદ પર ઓપરેશનની સમીક્ષા કરી - અમિત શાહનો સરહદી વિસ્તારનો પ્રવાસ
નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ITBP કાર્યાલયની મુલાકાત લીધી. આ સમયે તેમની સાથે કેન્દ્રીય ગૃહરાજ્ય પ્રધાન નિત્યાનંદ રાય પણ હાજર રહ્યાં. તેમણે અધિકારીઓ સાથે ચીન સરહદ પર તૈયારીઓનો તાગ મેળવ્યો.
![ગૃહ પ્રધાને ITBP કાર્યાલયમાં ચીન સરહદ પર ઓપરેશનની સમીક્ષા કરી amit-shah-visits-itbp](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5524522-thumbnail-3x2-hd.jpg)
amit-shah-visits-itbp
આ પહેલા સંચાલન સમીક્ષા માટે કેન્દ્રીય અનામત પોલીસ દળ અને સીમા સુરક્ષા બળ(બીએસએફ)ના કાર્યાલયની મુલાકાત કરી ચુક્યા છે. સૈન્યના મહાનિર્દેશક એસ. એસ. દેસવાલના નેતૃત્વમાં વરિષ્ઠ અધિકારીઓએ એક પ્રેજનટેશન રજૂ કર્યુ. જેમાં પ્રધાનને 3,488 કિલોમીટર લાંબી વાસ્તવિક નિયંત્રણ રેખા પર સૈન્યની ઉપસ્થિતિ અંગે જાણકારી આપી.
સીમા પર હાજર જવાનોને તમામ સામાન ઉપલ્બ્ધ થાય અને હિમાલયી સીમા સુરક્ષિત કરવા આદ્યુનિક ઉપકરણોનો ઉપયોગ કરવાની બાબતો પર અમિત શાહે ભાર મૂક્યો.