પ્રાપ્ત થતી વિગતો અનુસાર "શ્રી અમરનાથજી સાઈન બોર્ડ દ્વારા એક વિશેષ પ્રાર્થના અને પૂજાનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં શાહ ભાગ લેશે."
આ વર્ષની વાર્ષિક અમરનાથ યાત્રા 1 જૂલાઈથી શરૂ થઈ રહી છે અને 15 ઑગષ્ટે સમાપ્ત થશે.
બાબા બર્ફાનીના દર્શન કર્યા બાદ કેન્દ્રીય ગૃહપ્રધાન આ વર્ષે દુર્ઘટના વિના યાત્રા સુનિશ્ચિત કરવા માટે કરાયેલી સુરક્ષા વ્યવસ્થા સંબંધિત એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરશે.
ત્યારબાદ રાજ્યની તમામ સુરક્ષા અને આતંકવાદ વિરોધી ઉપાયોની સમીક્ષા માટે વધુ એક બેઠક કરશે.
સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર "ગૃહપ્રધાન રાજ્યપાલ સત્પાલ મલિક સાથે વાતચીત કરશે અને રાજભવનમાં રાત્રિરોકાણ કરશે."
અમિત શાહ આવતીકાલે શ્રીનગર ખાતે ચેશમા શાહી વિસ્તારમાં આવેલા નહેરૂ ગેસ્ટ હાઉસમાં રાજ્યના ભાજપા નેતાઓ સાથે મુલાકાત કરશે.
દિલ્હી પરત ફરતા પહેલા કેન્દ્રીય ગૃહપ્રધાન શ્રીનગરમાં પત્રકાર પરિશદ સંબોધિત કરે તેવી શક્યતાઓ છે. શાહ દેશના ગૃહપ્રધાન તરીકે કાર્યભાળ સંભાળ્યા બાદ રાજ્યની પોતાની પહેલી યાત્રા દરમિયાન જમ્મુ અને લદ્દાખ વિસ્તારનો પ્રવાસ કરવાના નથી. તેમના શ્રીનગરના પ્રવાસ સંદર્ભે સુરક્ષા-વ્યવસ્થા વધુ સઘન કરી દેવાઈ છે.