રાયપુર: ગૃહપ્રધાન અમિત શાહ સેન્ટ્રલ જોન કાઉન્સિલના 4 રાજ્ય મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને છત્તીસગઢના મુખ્યપ્રધાનની સાથે બેઠક યોજશે. આ સાથે જ આ તમામ રાજ્યોના બે-બે પ્રધાન, મુખ્ય સચિવ અને વરિષ્ઠ વિભાગીય અધિકારીઓ પણ આ બેઠકમાં હાજર રહેશે. મુખ્યપ્રધાન ભૂપેશ બધેલ, ગૃહ પ્રધાન અમિત શાહનું સ્વાગત કરશે. CAA અને NRCના વિરોધની વચ્ચે અમિત શાહ પ્રથમ વખત છત્તીસગઢની મુલાકાત લેશે. છત્તીસગઢ સરકાર પણ CAA અને NRCનો વિરોધ કરી રહી છે.
મધ્ય-ક્ષેત્રીય પરિષદની 22મી બેઠક, ગૃહપ્રધાન અમિત શાહ આજે છત્તીસગઢમાં
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ છત્તીસગઢની મગંળવારે મુલાકાત કરશે. શાહ છત્તીસગઢમાં મધ્ય ક્ષેત્રીય પરિષદની 22મી બેઠકમાં ઉપસ્થિત રહેશે. છત્તીસગઢ સમેત 4 રાજ્યોના મુખ્યપ્રધાન પણ આ બેઠકમાં હાજર રહેશે. મળતી માહીતી મુજબ,નક્સલીઓના મુદ્દા પર અમિત શાહ રાયપુરમાં ચર્ચા કરશે.
મધ્ય ક્ષેત્રીય પરિષદનું ગઠન કેન્દ્ર સરકાર અને પરિષદમાં સામેલ રાજ્યોમાં સમન્વયથી આ રાજ્યોમાં સંતુલિત સામાજીક-આર્થિક વિકાસની સાથે આંતરરાજ્ય સમસ્યાઓના નિવારણ કરવાના હેતુથી ઉચ્ચ સ્તરીય સલાહકાર મંચના રૂપમાં આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે છત્તીસગઢના મુખ્યપ્રધાન ભૂપેશ બધેલ મધ્ય ક્ષેત્રીય પરિષદના ઉપાધ્યક્ષ છે. જેથી આ બેઠક છત્તીગઢમાં આયોજીત કરવામાં આવી છે. ક્ષેત્રીય પરિષદમાં સામેલ રાજ્યોના મુખ્યપ્રધાનોને રોટેશનમાં પરિષદના ઉપાધ્યક્ષ બનાવામાં આવશે. જેમનો કાર્યકાળ એક વર્ષ હશે. આ બેઠકમાં સામેલ થવા માટે ઉત્તરાખંડના મુખ્યપ્રધાન ત્રિવેન્દ્ર સિંહ રાવત રાયપુર પહોંચી ગયા છે.
આ સિવાય ગૃહપ્રધાન અમતિ શાહની મુલાકાત બાદ ભાજપ દ્વારા શક્તિ પ્રદર્શન યોજવામાં આવશે. શાહ રાયપુરમાં ભાજપ પ્રદેશ કાર્યાલય કુશાભાઉ ઠાકરે પરિસરમાં ભાજપ નેતાઓ, કાર્યકરોને સંબોધિત કરશે.