ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મહાલક્ષ્મી એક્સપ્રેસના રેસ્ક્યુ ઓપરેશનમાં NDRF સહિતની ટીમના કાર્યની અમિત શાહે સરાહના કરી - મુંબઈમાં ભારે વરસાદ

ન્યૂઝ ડેસ્ક: મુંબઈમાં ભારે વરસાદને કારણે બદલાપુર અને વાંગની વચ્ચે મહાલક્ષ્મી એક્સપ્રેસ રેલવે ટ્રેક પર પાણી ભરાવાને કારણે ફસાઈ ગઈ હતી. ટ્રેનમાં લગભગ 700 પ્રવાસીઓ હતા. NDRF, નૌકાદળ, IAF, રેલવે અને રાજ્ય વહીવટીતંત્રની ગૃહપ્રધાન અમિત શાહે ટ્વિટ કરીને પ્રશંસા કરી છે.

mumbai

By

Published : Jul 27, 2019, 5:11 PM IST

પ્રાપ્ત માહિતી મુજબ, મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. જેમાં મહાલક્ષ્મી એક્સપ્રેસ રેલવે ટ્રેક પર પાણી ભરાવાને કારણે ફસાઈ ગઈ હતી અને લગભગ 700 પ્રવાસીઓ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા. જેમને NDRFની ટીમે રેસ્ક્યું કરીને બચાવી લીધા છે. તેમજ આ પ્રશંસનીય કાર્યની ગૃહપ્રધાન અમિત શાહે પર સરાહના કરી હતી. તેઓએ કહ્યું કે, અમે સમગ્ર કામગીરીનું નજીકથી નિરીક્ષણ કરી રહ્યા હતા. NDRF, નૌકાદળ, IAF, રેલવે અને રાજ્ય વહીવટીતંત્ર ખુબ જ સરસ કાર્ય કર્યું છે.

સૌજન્ય: ANI
સૌજન્ય: ANI

ABOUT THE AUTHOR

...view details