ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પશ્ચિમ બંગાળ માટે ડિજિટલ રેલીને સંબોધશે અમિત શાહ, મમતા સરકાર વિરુદ્ધ અભિયાનની શરુઆત - Mamata Banerjee

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે પશ્ચિમ બંગાળ માટે ડિજિટલ રેલીને સંબોધન કરશે. આ રેલી દરમિયાન શાહ કોરોના વાઈરસને રોકવા માટે રાજ્યની તૃણમૂલ કોંગ્રેસ સરકારનો કથિત ગેરવહીવટ અને પરપ્રાંતિય શ્રમિકોના સંકટનો મુદ્દો ઉઠાવી શકે છે.

amit shah
અમિત શાહ

By

Published : Jun 9, 2020, 9:32 AM IST

નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે પશ્ચિમ બંગાળ માટે તેમની ડિજિટલ રેલી દરમિયાન કોરોના વાઈરસને રોકવા માટે રાજ્યની તૃણમૂલ કોંગ્રેસ સરકારનો કથિત ગેરવહીવટ અને પરપ્રાંતિય શ્રમિકોના સંકટનો મુદ્દો ઉઠાવી શકે છે. જોકે મળતી માહિતી મુજબ શાહનું આજનું સંબોધન ભાજપના આત્મનિર્ભય અભિયાનનો એક ભાગ છે.

પ્રદેશ ભાજપના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું કે, અમિત શાહ તેમના ડિજિટલ રેલી દરમિયાન કોવિડ-19 સાથે લડવામાં કેન્દ્ર સરકારની ઉપલબ્ધિઓ વિશે જણાવશે. સાથે જ એવી પણ શક્યતા છે કે, તેઓ બંગાળમમાં રાજકીય હિંસા અને કોરોના મહામારીની લડાઈમાં રાજ્ય સરકારની નિષ્ફળતા, પરપ્રાંતિય શ્રમિક સંકટ અને અમ્ફાન ચક્રવાત પછીની રાજ્યની પરિસ્થિતિના મુદ્દાઓનો પણ ઉલ્લેખ કરશે.

ABOUT THE AUTHOR

...view details