ભવનેશ્વરઃ કેન્દ્રીય ગૃહ મુખ્યપ્રધાન અમિત શાહ શુક્રવારે જનતા મેદાનમાં નાગરિક સંશોધન કાયદાના સમર્થનમાં રેલીનું સંબોધન કરશે. તેમજ પૂર્વ ક્ષેત્રીય પરિષદમાં બેઠકની અધ્યક્ષતા કરશે.
પૂર્વ ઝોનલ કાઉન્સિલ (EZC)ની બેઠકનું નેતૃત્વ કર્યા બાદ શાહ રેલીમાં ભાગ લેશે. આ બેઠકમાં મમતા બેનર્જી સહિત ચાર રાજ્યોના મુખ્યપ્રધાનો હાજર રહેશે.
નોંધનીય છે કે, મમતા બેનર્જી CAA, રાષ્ટ્રીય રજિસ્ટર સિટીઝન (NRC) અને રાષ્ટ્રીય વસ્તી રજિસ્ટર (NPR)ના ટીકાકાર રહ્યાં છે. જો કે, ઓડિશાના મુખ્યપ્રધાન નવીન પટનાયક અને બિહારના નીતીશ કુમાર CAA સમર્થક રહ્યાં છે.
રાજ્યના ભાજપ અધ્યક્ષ સમીર મોહંતીએ કહ્યું હતું કે, આ રેલી પાર્ટી દ્વારા CAAને લઈને લોકોમાં જાગ્રતા લાવવાનો પ્રયાસ કરશે.
કેન્દ્ર અને રાજ્યની વચ્ચે સ્વાસ્થ્ય, સુરક્ષા અને સામાજિક કલ્યાણ સંબધિચ મુદ્દા પર વિચારો અને અનુભવોનું આદાન-પ્રદાન કરવા માટે પૂર્વ ક્ષેત્રીય પરિષદમાં 24મીએ શુક્રવારે બેઠક યોજાવવાની છે.
ગૃહ મંત્રાલયના જણાવ્યાનુંસાર, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાશે. જેમાં ઓડિશા, બિહાર, પશ્ચિમ બંગાળ અને ઝારખંડના મુખ્યપ્રધાન અનુક્રમે નવીન પટનાયક, નીતિશ કુમાર, મમતા બેનર્જી અને હેમંત સોરેનની ભાગ લેશે.
પૂર્વ ઝોનલ કાઉન્સિલની આગામી બેઠકમાં આંતરરાજ્ય પાણીના પ્રશ્નો, વીજળી, કોલસા પર રોયલ્ટી, કોલસાની ખાણોનું સંચાલન, રેલવે પ્રોજેક્ટ માટે જમીન અને જંગલની મંજૂરી, દેશની સરહદો સહિત લગભગ ચાર ડઝન મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. ક્રોસ એનિમલ ટ્રાફિકિંગ, ઘોર ગુનાઓની તપાસ સામેલ છે.
ઉચ્ચસ્તરે રાજકીય નેતૃત્વ અને અધિકારીઓની સહભાગિતા સાથે બેઠકમાં સર્વસંમતિથી મોટી સંખ્યામાં પ્રશ્નો હલ થાય તેવી સંભાવના છે.
પ્રત્યેક રાજ્યના મુખ્ય પ્રધાન સાથે બે કેબિનેટ પ્રધાનો અને મુખ્ય સચિવો કાઉન્સિલના સભ્યો અને રાજ્યોના અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે રહેશે.
પૂર્વ ઝોનલ કાઉન્સિલની છેલ્લી બેઠક ઓક્ટોબર, 2018માં કોલકાતામાં મળી હતી. વર્ષ 1957માં રાજ્ય પુનર્ગઠન અધિનિયમ 1956ની કલમ 15-22 હેઠળ પાંચ ઝોનલ કાઉન્સિલની રચના કરવામાં આવી હતી. ગૃહ પ્રધાન આ પાંચેય ઝોનલ કાઉન્સિલમાં પ્રમુખ હોય છે. જેમની અધ્યક્ષતામાં રાજ્યના મુખ્યપ્રધાન ઉપાધ્યક્ષ હોય છે, જે ક્રમિક રીતે ચૂંટાય છે.
પ્રત્યેક રાજ્યપાલ દ્વારા દરેક રાજ્યના બે પ્રધાનોને સભ્ય તરીકે નામાંકિત કરવામાં આવે છે. જેઓ કાઉન્સિલ કેન્દ્ર સભ્ય, રાજ્યો અને પ્રદેશના સભ્ય દેશ વચ્ચેના વિવાદો અને અવરોધોના નિવારણોના મુદ્દાઓની ચર્ચા કરે છે.