ગૃહપ્રધાન અમિત શાહે રાષ્ટ્રીય નાગરિક સુધારણા બિલ (NRC) હેઠળ દેશની બહાર મોકલવામાં આવનારા ઘુસણખોરોને લઈને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા છે. અમિત શાહે ઝારખંડના પૂર્વ સિંહભૂમની બહરાગૌડા વિધાનસભાની ચૂંટણી રેલીમાં કહ્યું કે, 'રાહુલ બાબા, શું ઘુસણખોરો તમારા પિતરાઇ ભાઇ જેવા લાગે છે?'
'રાહુલ બાબા, શું ઘુસણખોરો તમારા પિતરાઈ ભાઈ છે'? : અમિત શાહ - અમિત શાહ
ઝારખંડ: અમિત શાહે ઝારખંડના પૂર્વ સિંહભૂમની બહરાગૌડા વિધાનસભાની ચૂંટણી રેલીમાં અમિત શાહે રાહુલ ગાંધી પર પ્રહાર કરતાં પૂછ્યું કે, 'રાહુલ બાબા શું ઘુસણખોરો તમારા પિતરાઈ ભાઈ જેવા લાગે છે?' કોંગ્રેસ અને રાહુલ ગાંધી દ્વારા NRCનો વિરોધ કરવા બદલ અમિત શાહે આવું નિવેદન આપ્યું છે.

અમિત શાહ
અમિત શાહે રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા
અમિત શાહે કોંગ્રેસ નેતા પર પ્રહાર કરતાં કહ્યું કે, 'રાહુલ બાબા કહે છે કે, NRCનો અમલ શું કામ કરો છો અને ઘુસણખોરોને કેમ બહાર કાઢો છો? આ લોકો ક્યાં જશે, શું પહેરશે અને શું ખાશે? જેના જવાબમાં અમિત શાહે રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું કે, 'શું ઘુસણખોરો રાહુલબાબાના પિતરાઈ ભાઈ લાગે છે?'