રાજ્યસભામાં UAPA સંશોધન બિલના ફાઈનલ વોટિંગમાં બિલની તરફેણમાં 147 જ્યારે તેની વિરુદ્વમાં 42 વોટ પડ્યા હતાં. જેથી બિલને પાસ કરી દેવાયુ હતું.
બિલ અંગે ગૃહપ્રધાન અમિત શાહે જણાવ્યુ હતું કે, NIAના મોટા ભાગના કેસમાં આરોપીઓને સજા થઈ છે. જેનું પ્રમાણ 91 ટકા છે. જે દુનિયાની બીજી ગુપ્તચર એજન્સીઓ કરતાં વધારે છે.
તેમણે ઉમેર્યુ ખે,કોઈપણ સંસ્થા વ્યક્તિઓનીથી બને ચે. જેના કારણે હવે વ્યક્તિઓને પણ આતંકવાદી જાહેર કરવા જોઈએ. જેથી તે બીજી કોઈ સંસ્થા ન બનાવી શકે. જ્યાં સુધી કોઈ વ્યક્તિને આતંકવાદી જાહેર ન કરીએ ત્યાં સુધી આતંકવાદી ગતિવિધીઓ પર અંકુશ લગાવી શકાતો નથી. અમેરિકા, પાકિસ્તાન, ચીન, ઈઝરાયેલમાં વ્યક્તિને આતંકવાદી જાહેર કરવાનો કાયદો પહેલા થી જ છે. આપણે મોડા પડ્યા છે.
કોંગ્રેસ ઉપર નિશાન સાધતા અમિત શાહે કહ્યુ હતું કે, કાયદાના દુરુપયોગની વાત કોંગ્રેસના મોઢે શોભતી નથી. તેમનો ઈતિહાસ ઘણો લાંબો છે. હું કટોકટીની યાદ અપાવવા નથી માગતો. એ સમયે નાગરીકો પાસેથી તમામ અધિકારો છીનવી લેવાયા હતાં. ત્યારે દેશ ઉપર નહીં પરંતુ વડાંપ્રધાનની ખૂરશી ઉપર ખતરો હતો.
અમિત શાહે ઉદાહરણ આપતા કહ્યુ કે, જો યાસીન ભટકલને પહેલાથી આતંકવાદી જાહેર કરાયો હોત તો લોકોના જીવ બચી ગયા હોત. આપણે ખાલી આતંકવાદી સંગઠન પર જ પ્રતિબંધ લગાવ્યો હતો. તેમણે ખાતરી આપી હતી કે,આતંકવાદી જાહેર થયેલા વ્યક્તિ પાસે અપિલ કરવાનો પુરેપુરો અધિકાર હશે. આ છેલ્લો નિર્ણય નહીં હોય. સંપુર્ણ તપાસ થશે અને માનવ અધિકારોનું રક્ષણ કરાશે.
ગૃહપ્રધાને જણાવ્યુ હતું કે, કોઈ પણ વ્યક્તિને આતંકવાદી જાહેર કરવા માટે ચોક્કસ માપદંડ નક્કી કરાયા છે. આપણે પણ હવે એમની ભાષામાં જવાબ આપવો પડશે. જો તેઓ બે પગલાં આગળ વધે તો આપણી એજન્સીઓએ ચાર પગલાં આગળ વધવુ પડશે. અમારી પાર્ટીએ દરેક સંશોધન બિલનું સમર્થન કર્યુ હતું. આતંકવાદનો કોઈ ધર્મ નથી હોતો. તે કોઈ ચોક્કસ વ્યક્તિ કે સરકાર સામે નહીં પરંતુ માનવતાની વિરુદ્વમાં હોય છે.
અમિત શાહે એમ પણ કહ્યુ હતું કે, UAPA બિલ થી કોઈ પણ રાજ્યના DGના અધિકારો છીનવાતા નથી. જ્યારે નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી (NIA) તપાસ શરુ કરશે ત્યારે પહેલા તેમણે રાજ્યની પોલીસને વિશ્વાસમાં લેવી પડશે.