ગુજરાત

gujarat

ETV Bharat / bharat

અનુચ્છેદ 370 પર અમિત શાહનું સંબોધન, PM મોદીએ કર્યા વખાણ - જમ્મુ-કાશ્મીર

દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે રાજ્યસભામાં જમ્મુ-કાશ્મીર પુનર્રચના બિલ રજૂ કર્યું હતું, જે ગૃહમાં પસાર કરવામાં આવ્યું હતું. શાહે રાજ્યસભામાં કલમ 370 નાબૂદ કરવાનો જવાબ આપ્યો. તો PM મોદીએ શાહના ભાષણની પ્રશંસા કરી હતી.

અમિત શાહનું ભાષણ

By

Published : Aug 6, 2019, 9:50 AM IST

Updated : Aug 6, 2019, 12:49 PM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંવિધાનના અનુચ્છેદ 370ના પગલે જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનું સ્થાન નાબૂત કરવાના નિર્ણય પર ગૃહપ્રધાન અમિત શાહના રાજ્યસભામાં આપેલા ભાષણને 'વ્યાપક અને સરભારિત ' ગણાવી અને કહ્યું કે, 'ભૂતકાળનો ઐતિહાસિક અન્યાય'ને ચોક્કસપણે દર્શાવે છે.

તેમણે કહ્યુ કે, ગૃહપ્રધાન અમિત શાહના રાજ્યસભામાં આપેલું ભાષણ વ્યાપક અને સરભારિત હતું. તે ભૂતકાળના ઐતિહાસિક અન્યાયોને સચોટરૂપે દર્શાવે છે.'

સરકારએ જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનું સ્થાન આપવા સંબધીત અનુચ્છેત 370 નાબૂત કરવા અને રાજ્યને 2 કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ વિભાજન કરવાનો નિર્ણય લીધો છે. જમ્મુ-કાશ્મીરના કેન્દ્ર શાસિત પ્રદેશની પોતાની વિધાનસભા રહશે જ્યારે લદ્દાખ વિધાનસભા વિનાનો કેન્દ્ર શાસિત પ્રદેશ રહશે.

રાજ્યસભામાં આ હેતુઓ સાથે સરકારના બે ઠરાવો છે, જેમાં જમ્મુ-કાશ્મીર રિઝર્વેશન બિલ, બિલ 2019 અને જમ્મુ અને કાશ્મીર પુનર્રચના બિલ ટૂંકમાં પસાર થયું. અગાઉ, જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલને પસાર કરવા માટે, ઉપલા ગૃહમાં ઠરાવને સંબંધિત 61 પ્રસ્તાવોની તુલનામાં 125 મતો દ્વારા મંજૂરી આપવામાં આવી હતી.

Last Updated : Aug 6, 2019, 12:49 PM IST

ABOUT THE AUTHOR

...view details