ગુજરાત

gujarat

CAAને કોઇ પણ સ્થિતિમાં લાગુ કરવામાં આવશે: અમિત શાહ

By

Published : Dec 18, 2019, 10:09 AM IST

મુંબઈ: નાગરિકતા સુધારા કાયદા (CAA)ના વધતા વિરોધની વચ્ચે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે, કાયદા પર પીછેહઠ કરવાનો કોઇ સવાલ જ નથી. વિપક્ષ પર આ કાયદાને લઇને ખોટો પ્રચાર અને અભિયાનમાં સામેલ થવાનો આરોપ લગાવ્યો છે.

અમિત શાહ
shah

શાહે આરોપ લગાવ્યો કે, CAAને લઇને ખોટું અભિયાન ચાલી રહ્યું છે. હિન્દુ મુસ્લિમ વચ્ચે અંતર પેદા કરી રહ્યાં છે.

અમિત શાહે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને વિપક્ષી પાર્ટીઓના નેતાઓના પડકાર આપ્યો કે, તેઓ ઇચ્છે છે કે, પાકિસ્તાન, અફઘાનિસ્થાન, બાંગ્લાદેશના બધા મુસ્લિમોને ભારતની નાગરિકતા આપવામાં આવે.

ઝારખંડમાં મંગળવારે એક ચૂંટણી રેલીમાં PM મોદીએ કોંગ્રેસ અને તેમના મિત્રોની સામે આવો જ પડકાર આપ્યો હતો.

CAA વિરુદ્ધ વિપક્ષી પાર્ટીઓ એકજૂથ, રાષ્ટ્રપતિને આપ્યું આવેદન

ભાજપ અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે, CCAમાં લધુમતીની વિરુદ્ધ કંઇ પણ નથી. આ બિલને ગયા અઠવાડિયે સંસદમાંથી પસાર કરવામાં આવ્યું અને બાદમાં રાષ્ટ્રપતિની મંજૂરી મળી હતી. આ કાયદો કોઈ પણ વ્યકિતની નાગરિકતા નથી લઇ લેતો.

નવી દિલ્હીમાં વિપક્ષી પાર્ટીઓએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરીને જામિયામાં થઇ રહેલ હિંસામાં હસ્તક્ષેપ કરવાની માગ કરી હતી. આ કાયદને પરત લેવાની પણ માગ કરી હતી.

CAA દેશના ટુકડા કરવાનું ષડયંત્ર : કનૈયા કુમાર

વિપક્ષ આ કાયદાને ગેરબંધારણીય ગણાવી રહી છે. અમિત શાહે વિપક્ષને સવાલ કર્યો કે, પાર્ટી અને સરકાર કાયદાને લઇને મક્કમ છે. નાગરિકતા કાયદા પર સરકાર પીછેહઠ નહી કરે.

અમિત શાહને વિશ્વાસ છે કે, CAA કાયદાકીય સમીક્ષા પર યોગ્ય રહેશે. શાહે કહ્યું કે, સુપ્રીમ કોર્ટમાં સરકાર આ કાયદાનો બચાવ કરવામાં સમક્ષ રહેશે.

શાહે વિપક્ષને કહ્યું કે, શું દુનિયામાં કોઇ એવો દેશ છે, જેની પાસે નાગરિકોનું રજીસ્ટર ના હોય.

પંજાબ અને પશ્વિમ બંગાળ જેવા કેટ્લાક ગેર ભાજપ શાસિત રાજ્યોમાં CAA લાગુ ના થવાના સવાલ પર ગૃહપ્રધાન શાહે કહ્યું કે, રાજ્યોની પાસે આ વિકલ્પ નથી.

શાહે કહ્યું કે, આ કાયદા વિરુદ્ધ પ્રદર્શન કરનાર વિદ્યાર્થી પર કોઇ કાર્યવાહી કરવામાં નથી આવી રહી.

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે, રાહુલ ગાંધી સાવરકર ના બની શકે, સાવરકર બનાવ માટે ઘણો ત્યાગ અને સમર્પણની જરૂર પડે છે.

અમિત શાહે દિલ્હી વિધાનસભા ચૂંટણી વિશે કહ્યું કે, ભાજપ પૂર્ણ બહુમત મેળવશે. દિલ્હીમાં વર્તમાનમાં AAPની સરકાર છે.

સોનિયા ગાંધીએ કહ્યું હતું કે, મોદી સરકાર લોકોનો અવાજ દબાવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details