અમિત શાહની મેધાલય અને અરૂણાચલ પ્રેદશની મુલાકાત રદ - અમિત શાહ
નવી દિલ્હી : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે રવિવારના અને સોમવારના રોજ પૂર્વોત્તરના બે રોજ્યો મેધાલય અને અરૂણાચલ પ્રેદશની તેમની યાત્રા રદ્દ કરી છે. અધિકારીઓએ શુક્રવારના રોજ આ માહિતી આપી હતી.

અમિત શાહનું મેધાલય અને અરૂણાચલ પ્રેદશની મુલાકાત યાત્રા રદ્દ
શાહે એવા સમયે પોતાની યાત્રા રદ્દ કરી છે કે જ્યારે મેધાલય અને આસામમાં નાગરિકતા સંશોધન બિલને લઇ ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. ગૃહમંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું છે કે, ગૃહપ્રધાનની યાત્રા રદ્દ કરવામાં આવી છે. તેમણે આ યાત્રા રદ્દ કરવાનું કારણ જણાવ્યું નથી. હાલમાં CAB ને લઇ પૂર્વોત્તરના રાજ્યોમાં ઉગ્ર અને હિંસક પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે.