અમિત શાહે પુલવામામાં આતંકવાદી હુમલા અને તે બાદ ભારત દ્વારા પાકિસ્તાનના બાલાકોટમાં કરવામાં આવેલી એર સ્ટાઈકનો ઉલ્લેખ કરતા સવાલ કર્યો કે, શું કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી મોદીની જેમ જડબાતોડ જવાબ આપી શકે છે ?
તેમણે વધુમાં જણાવ્યું કે, મોદી સરકારે મોટા કામ કરીને દેશને સુરક્ષિત બનાવ્યો છે. અમિત શાહે સવાલ કર્યો કે, શું ટુકડે ટુકડે ગેંગ અને રાહુલ બાબા એન્ડ કંપની દેશને એક સક્ષમ નેતૃત્વ આપી શકે છે? શું એ મજબૂત સરકાર આપી શકે છે? ફક્ત મોદી જ મજબૂત સરકાર આપી શકે છે.
શાહે આરોપ લગાવ્યો કે, ભારતીય વાયુસેના દ્વારા એર સ્ટ્રાઈક બાદ સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી હતી, ફક્ત બે જગ્યાએ દુ:ખ હતું. એક પાકિસ્તાન અને બીજુ રાહુલ બાબા અને તેમની કંપનીમાં. અમિત શાહે તેલંગણાના મુખ્ય પ્રધાન ચંદ્રશેખર રાવ અને AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી પર તેમના ગઠબંધનને લઈને નિશાન સાધતા સવાલ કર્યો કે, શું KCR કોઈ પણ સ્થિતિમાં દેશના PM બની શકે છે?
BJP અધ્યક્ષે કહ્યું કે, મોદી સરકારે તેલંગણાને છેલ્લા 5 વર્ષમાં 2.5 લાખ કરોજ રૂપિયાથી વધારે આપ્યા છે, જ્યારે UPA સરકારે ફક્ત 16,500 કરોડ રૂપિયા આપ્યા હતા.