ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દેશની એકતાની આડે અવરોધરુપ હતી કલમ 370ઃ અમિત શાહ - મોદીએ કલમ 370 અને 35 Aને દુર કરી છે.

નવી દિલ્હી : ગૃહપ્રધાન અમિત શાહે મુંબઈમાં જનસભાને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે કોંગ્રેસ સહિત રાહુલ ગાંધી પર નિશાન સાંધ્યુ હતું. તેમણે કહ્યું કે, કલમ 370 દેશને એકસુત્રતામાં જોડવા માટે અડચણરુપ હતી. શાહે કહ્યું કે, ભાજપ બીજી વખત સત્તામાં આવીને પહેલું કામ આ અવરોધને દુર કરવાનું કર્યુ છે.

etv bharat

By

Published : Sep 22, 2019, 3:19 PM IST

અમિત શાહના ભાષણના કેટલાક અંશો

  • મહારાષ્ટ્રની જનતાએ નક્કી કરવાનું છે કે, તેમણે રાષ્ટ્રવાદી પાર્ટી સાથે જવું છે કે, પરિવારવાદી પાર્ટિ સાથે જવુ છે.
  • મહારાષ્ટ્ર ચૂંટણીમાં બે પાર્ટીઓ ચૂંટણીના મેદાનમાં છે. એક ભારતમાં પોતાનું સર્વસ્વ માનનારી પાર્ટી ભાજપ છે. બીજી તેમના પરિવારને સર્વસ્વ માનનારી કોંગ્રેસ અને એન.સી.પી છે.
  • મોદીના આવ્યા બાદ પરિવારવાદી પાર્ટીની નાવ ડગમગે છે. હવે કાશ્મીરમાં પણ પરિવારવાદી પાર્ટીઓનો સફાયો થશે.
  • સંસ્કૃતિની રક્ષા માટે કલમ 370ની જરુરત નથી. ન ગુજરાતને જરુરત પડી, કે મહારાષ્ટ્ર, કેરળને જરુર પડી છે. જમ્મૂ-કાશમીરમાં ભ્રષ્ટાચા બંધ થાય તે માટે ત્યાં 3 પરિવારે 370 કલમ સંભાળીને રાખી છે.
  • કાશ્મીરના વિકાસ માટે મોકલેલા 2 લાખ 27 હજાર કરોડ રુપિયા ત્યાંની જનતા સુધી પહોચ્યા નથી.
  • વડાપ્રધાન મોદીએ કલમ 370 અને 35 A દુર કરી છે.
  • 5 ઓગસ્ટ 2019ને થી આજ સુધી કાશ્મીરમાં એક પણ વ્યક્તિનું મૃત્યું થયું નથી. 99 ટકા લેન્ડલાઈન કાર્યરત છે.
  • કલમ 370ના કારણે દેશમાં આતંકવાદ આવ્યો છે. જે બાદ કાશ્મીરથી કાશ્મીર પંડિતો, સૂફી,સંતોએ હિજરત કરવી પડી.
  • 370 દુર કરવો એ ભાજપ માટે રાજકીય મુદો નથી.
  • રાહુલ બાબા તો આજકાલથી રાજનીતિમાં આવ્યા. અમારી 3-3 પેઢીઓએ કાશ્મીર માટે બલિદાન આપવામાં પાછીપાની નથી કરી
  • છેલ્લા 2-3 દિવસથી કોંગ્રેસ અને એન.સી.પી કહે છે કે, આ ન થયુ તો તે જીતી જશે તે ન થયુ તો જીતી જશે. હું કહેવા માંગુ છું કે, કાંઈ પણ થાય મહારાષ્ટ્ર ચૂંટણીના શ્રીગણેશ 370 દુર કર્યાના પરિચય કાર્યક્રમથી શરુ થાય છે.
  • આ હર્ષ કાર્યક્રમ છે.જે મહાર3ષ્ટ્રની ચૂંટણીના શ્રીગણેશ કલમ 370 દૂર કર્યાના પરિચય કાર્યક્રમથી થાય છે.
  • મહારાષ્ટ્રની ચૂંટણીની ધોષણા થયા બાદ આ પ્રથમ સભા હતી.

ABOUT THE AUTHOR

...view details