ગુજરાત

gujarat

By

Published : Sep 18, 2019, 7:09 PM IST

ETV Bharat / bharat

હિન્દી વિવાદ: બળજબરી પૂર્વક લાગૂ કરવાની વાત કરી જ નથી, મેં તો ફ્કત.....અમિત શાહ

નવી દિલ્હી: હિન્દી પર હાલ ચાલી રહેલા વિવાદને લઈ અમિત શાહે સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું છે કે, મેં ક્યારેય હિન્દીને સ્થાનિક ભાષા પર થોપવાનો પ્રયાસ કર્યો જ નથી. મેં તો ફક્ત હિન્દીને અન્ય ભાષાની માફક શિખવાની ભલામણ કરી છે.

latest news of amit shah

ગૃહપ્રધાને આગળ જણાવ્યું હતું કે, હું પોતે જ એક નોન હિન્દી રાજ્યમાંથી આવી રહ્યો છું. આ તમામ વિરોધ ત્યારથી ચાલું થયો છે, જ્યારથી અમિત શાહે હિન્દી દિવસના અવસરે હિન્દી માધ્યમથી સમગ્ર દેશને જોડવાની વાત કહી હતી. તેમણે કહ્યું હતું કે, વિવિધ ભાષા અને બોલી આપણા દેશની તાકાત છે. પણ હવે દેશને એક ભાષાની જરૂર છે. જેથી વિદેશી ભાષાને અહીં જગ્યા ન મળે. સાથે સાથે તેમણે હિન્દીને રાષ્ટ્રીય ભાષા બનાવવાની પણ અપિલ કરી હતી.

ani twitter

ગૃહપ્રધાન અમિત શાહે આપેલા આ નિવેદન બાદ ઘણા લોકોએ તેનો વિરોધ કર્યો હતો. ખાસ કરીને દક્ષિણ ભારતના ભાજપના જ નેતા કર્ણાટકના મુખ્યપ્રધાને પણ ટ્વીટ કરી પરોક્ષ રીતે વિરોધ નોંધાવ્યો છે.

તો વળી સાઉથના નેતા અને અભિનેતાઓમાં કમલ હાસન તથા હાલમાં રજનીકાંતે પણ હિન્દીને લઈ પોતાની પ્રતિક્રિયા આપી ચૂક્યા છે.

ABOUT THE AUTHOR

...view details