મધ્યપ્રદેશમાં અંતિમ તબક્કાની ચૂંટણી માટે માલવા-નિમાડ અંચલમાં ચૂંટણી પ્રચારે જોર પકડ્યું છે. ભાજપ પ્રમુખ અમિત શાહ આજે ધાર અને ઝાબુઆ એમ બે જનસભાઓનું સંબોધન કરશે.
અમિત શાહ આજે મધ્યપ્રદેશમાં, ધાર અને ઝાબુઆમાં યોજશે ચૂંટણીસભા - dhar
ભોપાલઃ અમિત શાહ સવારે 11 વાગ્યે ધાર લોકસભા વિસ્તારના મનાવરમાં મેલા મેદાનમાં ચૂંટણી સભાનું સંબોધન કરશે. આ બાદ અમિત શાહ બપોરે એક વાગ્યે ઝાબુઆ લોકસભા વિસ્તારના અલીરાજપુરમાં ટંકી મેદાન ખાતે બસ-સ્ટેન્ડની બાજુમાં સભાનું સંબોધન કરશે.
અંતિમ તબક્કાની ચૂંટણી માટે મધ્યપ્રદેશમાં ભાજપા અને કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ ચૂંટણી પ્રચારમાં જોર લગાવી રહ્યાં છે. અમિત શાહની પહેલા ભાજપ માટે વડાપ્રધાન મોદી ચૂંટણી સભા કરી ચૂક્યા છે. જ્યારે પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી પણ ચૂંટણી સભા અને રોડ-શૉ કરી કોંગ્રેસ માટે મત માંગી ચૂક્યા છે. મધ્યપ્રદેશની 29 સીટોમાંથી 21 સીટો પર ત્રણ તબક્કામાં મતદાન થઈ ગયું છે. બાકી રહેલી 8 બેઠકોમાં અંતિમ તબક્કામાં એટલે કે 19 મે-ના રોજ મતદાન થનારું છે. આ આઠ પૈકી સાત બેઠકો ભાજપ પાસે જ્યારે એક કોંગ્રેસ પાસે છે.