કેન્દ્રીય ગૃહ પ્રધાન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગુરુવારે વૈશાલીમાં રેલી કરશે. CAA અને NRC વિશે લોકોને સંબોધન કરશે. લોકોને આ કાયદા વિશે માહિતી આપશે. ભાજપ કાર્યકરોએ આ માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. સુરક્ષાને લઈને જિલ્લામાં કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
અમિત શાહ આજે બિહારમાં, વૈશાલીમાં NRC-CAAના સમર્થન રેલી - જાગૃતિ અભિયાન
વૈશાલી: વિપક્ષી દળો દેશમાં CAA અને NRCનો વિરોધ કરી રહ્યા છે, ત્યારે ભાજપ CAA અને NRCના સમર્થનમાં દેશમાં જાગૃતિ અભિયાન ચલાવી રહ્યું છે. ગૃહ પ્રધાન અમિત શાહ 16 જાન્યુઆરીએ લોકોને જાગૃત કરવા બિહારના વૈશાલી પહોંચ્યા છે.
BJPએ રવિવારે જ બિહારના ઘણા જિલ્લાઓમાં CAA પર અભિયાન શરૂ કર્યું છે. જેની શરૂઆત ગૃહ પ્રધાન દ્વારા કરવામાં આવી રહી છે. લોકોને CAA વિશે માહિતી આપવામાં આવી રહી છે. કોઈને પણ આ કાયદામાં કોઈ સમસ્યા નથી. લઘુમતીઓએ આનાથી ડરવાની જરૂર નથી.
NRC અને CAA પર રાજકારણ
તમને જણાવી દઈએ કે, વિપક્ષ સમગ્ર દેશમાં NRC અને CAAનો વિરોધ કરી રહ્યું છે, ત્યારે દેશના ઘણા ભાગોમાં હિંસા પણ થઈ છે. આ સમયે ભાજપ આ કાયદાના સમર્થનમાં લોકોને જાગૃત કરી રહ્યું છે.જો કે, વિપક્ષ પર લોકોને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગી રહ્યો છે.