અમિત શાહે કહ્યું કે, આ પ્રેસ કોન્ફરન્સમાં બંગાળમાં જે ઘટનાઓ થઇ તે જણાવવા આવ્યો છું. શાહે મમતા પર નિશાન સાંધતા કહ્યું કે દેશમાં ક્યાંય હિંસા નથી થઇ રહી પરંતુ માત્ર બંગાળમાં જ થઇ રહી છે. શાહે કહ્યું BJP સમગ્ર દેશમાં ચૂંટણી લડી રહી છે તો હિંસા ફક્ત બંગાળમાં જ કેમ.
બંગાળમાં હિંસા મુદ્દે અમિત શાહનો પ્રહાર, છેલ્લે છેલ્લે મમતા ડરી ગયા - Loksabha 2019
ન્યૂઝ ડેસ્ક: લોકસભા 2019ની ચૂંટણીના અંતિમ ચરણનો પ્રચાર બંગાળમાં હિંસક બન્યો હતો. મંગળવારે કોલકાતામાં થયેલા BJPના રોડશોમાં ખૂબ ઘર્ષણ જોવા મળ્યું હતું. હિંસા અને આગચંપીની હદ પાર થઇ હતી. હિંસાનો વળતો જવાબ આપવા માટે અમિત શાહે દિલ્હી ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી છે.
confrence
મંગળવારે થયેલી હિંસામાં વિદ્યાસાગરની મૂર્તિ પણ તોડવામાં આવી છે આ બાબતે શાહે જણાવ્યું હતુ કે, તૃણમુલ કોંગ્રેસના કાર્યકર્તાઓએ જ વિદ્યાસાગરની મૂર્તિ તોડી છે. અમે તો બહાર જ હતા...
વધુમાં અમિત શાહે જણાવ્યું કે,
- મમતા દીદી અમે પણ FIR દાખલ કરાવી છે, અમે તમારી FIRથી નથી ડરતા
- જેટલું તમે હિંસાનું કિચડ ફેલાવશો તેટલું જ આ કીચડમાં કમલ ખીલશે
- બંગાળની રેલીમાં અમારા 60 કાર્યકર્તાઓની હત્યા થઇ છે
- પશ્ચિમ બંગાળમાં તો ચૂંટણી પંચ પણ એક દર્શકની જેમ બધુ જુએ છે
- હું માનું છુ કે વોટબેંકની રાજનિતી કરવા માટે આટલા પ્રતિષ્ઠિત વ્યકિતની મૂર્તિ તોડવી એ TMCની સાચી હકીકત બતાવે છે
- કોલેજના ઓરડા કોણે ખોલ્યા? કોલેજ પ્રશાશન પર કોનું રાજ છે?
- કાલે BJPનો રોડ શો હતો, રોડ શોના ત્રણ કલાક પહેલા જ અમારા પોસ્ટરોને હટાવવામાં આવ્યા, અમે પોલીસ મુકદર્શક બનીને જોતી રહી