ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રાહુલબાબાએ જો CAA કાયદો વાંચ્યો ન હોય તો ઈટાલિયનમાં અનુવાદ કરીને મોકલી આપીશઃ અમિત શાહ - જોઘપુરમાં અમિત શાહ

જયપુરઃ કેન્દ્રીય ગૃહપ્રધાન અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે રાજસ્થાનના જોધપુરમાં CAAના સમર્થનમાં વિશાળ જનસભાનું  સંબોધન કર્યુ હતું. જેમાં તેમણે કોંગ્રેસ પર શાબ્દિક પ્રહાર કરી કોઈ પણ ભોગે CAAનો કાયદો અમલમાં લાવવા જણાવ્યું હતું.

amit shah
અમિત શાહ

By

Published : Jan 3, 2020, 5:24 PM IST

હાલ દેશભરમાં CAAનો વિરોધ થઈ રહ્યો છે. ત્યારે ભાજપના નેતાઓ CAAના સમર્થનમાં મેદાનમાં ઉતરી લોકોને CAAના ફાયદા વિશે સમજાવી રહ્યાં છે. ત્યારે અમિત શાહે જોધપુરમાં જનસભાનું સંબોધન કર્યુ હતું. જેમાં તેમણે CAAના સમર્થન અને કોંગ્રેસ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે," CAA લાગુ થઈને રહેશે."

જન સંબોધન કરતી વખતે તેમને કોગ્રેસ નેતા રાહુલ ગાંધીને ઝપેટના લેતા કહ્યું હતું કે,"રાહુલ બાબાને કાયદો વાચવાની જરૂર છે અને જો ન વાચ્યો હોય તો ઈટાલિયનમાં તેનું અનુવાદ કરીને મોકલી આપું છું વાચી લેજો."

આગળ વાત કરતાં તેમણે કહ્યું હતું કે, "જે શરણાર્થીઓ અત્યાચાર વેઠીને ભારત આવ્યાં છે. જેમની સંપત્તિ, રોજગાર અને પરિવાર છીનવાઈ ગયો છે. શું તેમને નાગરિકતા આપવી ગુનો છે. તો શા માટે વિપક્ષ તેમને નાગરિકતા ન આપવાની માગ કરે છે. બીજા દેશમાંથી જે શરણાર્થી આવ્યા છે તે ભારતના જ છે. તો શા માટે તેમના નાગરિકતા ન મળવી જોઈએ."

આમ, નાગરિકતા કાયદાના સમર્થનમાં યોજાયેલા જનજાગરણ કાર્યક્રમમાં CAAના વિવિધ ફાયદા જણાવી અમિત શાહે કોંગ્રેસને આડે હાથ લીઘી હતી અને કહ્યું હતું કે, કોંગ્રેસ પોતાની વૉટબેન્ક ભરવા માટે કાયદાનો વિરોધ કરી રહી છે. જેથી લોકોએ વિપક્ષ સામે એકજૂથ થઈને CAAનું સમર્થન કરવું જોઈએ.

ABOUT THE AUTHOR

...view details