કોલકાતામાં ભાજપ અધ્યક્ષ અમિત શાહે પત્રકાર પરિષદમાં કહ્યું કે, બંગાળમાં ચૂંટણી દરમિયાન હિંસાઓ થઇ રહી છે. તેથી લોકો કોઇથી પણ ડર્યા વગર વોટ આપવા જાય. તેમણે વધુમાં કહ્યું કે, લોકશાહીને જીવતી રાખવા માટે ચૂંટણીનો ઘણું મહત્વ છે. તેથી લોકોએ મતદાન કરવા જરૂરથી જવું જોઇએ.
અમિત શાહે સાધ્વી પ્રજ્ઞાનો બચાવ કર્યો, હિન્દુ આતંકના નામે ખોટા કેસ ચલાવ્યા - narendra modi
કોલકાતા: લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે મંગળવારે 117 બેઠકો પર મતદાન યોજાશે. આજથી વરિષ્ઠ નેતાઓ ચોથા તબક્કાના મતદાન માટે પ્રચાર શરૂ કરશે. આજે ગાંધી પરિવાર પોતાના ગઢ રાયબરેલી - અમેઠીમાં રહેશે. રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી આજે રાયબરેલીમાં રોડ શૉ કરશે. તો વડાપ્રધાન મોદી રાજસ્થાન તથા મહારાષ્ટ્રમાં સભા સંબોધશે. આજે કોલકાતામાં ભાજપ અઘ્યક્ષ અમિત શાહે પત્રકાર પરિષદ યોજી હતી.
પશ્ચિમ બંગાળમાં શાહે પત્રકાર પરિષદ યોજી કહ્યું કે, દેશની જનતા સુરક્ષાના મુદ્દાઓ પર વોટ આપી રહી છે. બે તબક્કાઓના મતદાનથી જાણવા મળી જશે કે ફરી એક વખત મોદી સરકાર આવશે. દેશની સુરક્ષાને લઇ વિપક્ષ ચૂપ છે. અમારી સરકારે ગરીબો માટે કામ કર્યું છે, પરંતુ બીજી બાજુ વિપક્ષે ખોટા વાયદાઓ કર્યા છે. અમિત શાહે કહ્યું કે, બાંગ્લાદેશથી હિન્દુ, સીખ, બોદ્ધ શરણાર્થીઓને નાગરિકતા આપવામાં આવશે. કલમ 370 અને 35A પર અમે કામ કરીશું, તેને હટાવવામાં આવશે. બે તબક્કાના મતદાનથી મમતા બેનર્જી નિરાશ છે, તેમને પોતાની હાર દેખાય છે. મમતા બેનર્જી હવે ચૂંટણી આયોગ પર આરોપ લગાવી રહ્યા છે.
તેમણે સાધ્વી પ્રજ્ઞાની ઉમેદવારીનો બચાવ કરતા કહ્યું કે, તેમને ખોટા કેસમાં ફસાવામાં આવી રહ્યા છે. તમને જણાવી દઇએ કે, સાધ્વી પ્રજ્ઞા મધ્ય પ્રદેશની ભોપાલ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે, તેમની સામે કોંગ્રેસના દિગ્વિજય સિંહ ઉભા છે.