હકીકતમાં મંગળવારે કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ લોકસભામાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેઓએ પૂછ્યુ કે જમ્મુ કાશ્મીરમાં કેટલા નેતા કસ્ટડીમાં છે, તે વાતની જાણકારી આપે. અધીર રંજને પુછ્યુ કે, સામાન્ય હાલત કોને કહેવાય છે, તે કહો.
કાશ્મીરની સ્થિતિ સંપૂર્ણ પણે સામાન્ય, એક પણ ફાઇરિંગ નહીં :અમિત શાહ
નવી દિલ્હી: લોકસભાની કાર્યવાહી વચ્ચે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કાશ્મીરના હાલાતની જાણકારી આપી હતી. તેઓએ ક્હ્યું કે, સ્થિતી સંપૂર્ણ પણે સામાન્ય છે. તેઓએ કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીના આક્ષેપ પર કહ્યું કે, કોંગ્રેસની સ્થિતી સામાન્ય નથી.
કાશ્મીરની સ્થિતિ પુરી રીતે નોર્મલ, એક પણ ગોળી ચાલી નથી : અમિત શાહ
અધીર રંજનના પ્રશ્ન પર અમિત શાહે કહ્યું કે, કોંગ્રેસની સ્થિતિ પર શું કહું. કોંગ્રેસના નેતા રાજકીય ગતિવિધિને જ સામાન્ય માને છે. દિલ્હીથી ફરમાન સંભળાવવુ તે કોગ્રેસની સંસ્કૃતિ છે.
અમિત શાહે દાવો કર્યો છે કે, કલમ 370 દુર કર્યા બાદ કાશ્મીરમાં એક પણ ગોળી ચાલી નથી, એક પણ મોત થઇ નથી.