ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કાશ્મીરની સમસ્યા માટે શાહે નહેરુને જવાબદાર ગણાવ્યા, કોંગ્રેસ ગુસ્સામાં - jawaharlal nehru

નવી દિલ્હી: લોકસભામાં શુક્રવારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જમ્મુ કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાશનમાં વધારો કરવાનો પ્રસ્તાવ કર્યો છે. આ પ્રસ્તાવનો કોંગ્રેસે વિરોધ કર્યો, ત્યારે સંસદમાં અમિત શાહે કાશ્મીર સમસ્યાઓ માટે પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુને જવાબદાર ગણાવ્યા આ બાબતે કોંગ્રેસે સંસદમાં હોબાળો મચાવી દીધો.

Nehru

By

Published : Jun 28, 2019, 6:55 PM IST

અમિત શાહે કહ્યું કે, કોંગ્રેસના કારણે દેશના ધર્મને આધારે ભાગલા પડ્યા છે. જો કોંગ્રેસે આવું ન કર્યુ હોત તો આજે આતંકવાદનો મુદ્દો જ ન હોત અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર પણ અમારાથી દુર હોત. શાહે કહ્યું કે, કોંગ્રેસ અમને ઇતિહાસના પાઠ ન ભણાવે તો સારુ.

તેમણે કહ્યું કે તે સમયે 600થી વધુ દેશી રજવાડા હતા તે સમયે ગૃહપ્રધાન સરદાર વલ્લભ ભાઇ પટેલે બધાને એક કર્યા. હૈદરાબાદ અને જૂનાગઢના રજવાડાએ ભારતમાં સામેલ થવા માટે ના પાડી હતી, પરંતુ આ મુદ્દો સરદાર વલ્લભ ભાઇ પટેલ પાસે હતો માટે અત્યારે આ બાબતે કોઇ તકલીફ નથી થઇ રહી.

આ દરમિયાન જ્યારે તેમણે કહ્યું કે, જમ્મુ-કાશ્મીરનો મુદ્દો આખરે કોની પાસે હતો, આજે ત્યાં 370 કલમ લાગુ કરવામાં આવી છે. અમિત શાહની આ વાતથી કોંગ્રેસ સાંસદોએ સંસદમાં હોબાળો મચાવી દીધો.

બીજી તરફ અમિત શાહે પલટવાર કર્યો, તેમણે કહ્યું કે અમે તેમનું નામ શા માટે ના લઇએ, તેમની ભુલ આજે સંપૂર્ણ દેશ ભોગવી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details