ઉલ્લેખનીય છે કે, આજે દિલ્હીમાં દિલ્હી દુષ્યંત ચૌટાલા અને કેન્દ્રીયપ્રધાન અનુરાગ ઠાકુરે અમિત શાહ સાથે તેમના નિવાસ સ્થાને મુલાકાત કરી હતી.
હરિયાણામાં BJPનો મુખ્યપ્રધાન, JJPનો નાયબ મુખ્યપ્રધાન: અમિત શાહ - Jannayak Janata Party news
નવી દિલ્હી: ભાજપ અધ્યક્ષ અમિત શાહે દિલ્હીમાં દુષ્યંત ચૌટાલ સાથે મુલાકાત કરી હતી. જે બાદ અમિત શાહે કહ્યું કે, હરિયાણામાં ભાજપ અને JJP ગઠબંધન સરકાર બનાવશે. હરિયાણામાં ભાજપનો મુખ્યપ્રધાન અને JJP જનનાયક જનતા પાર્ટીનો નાયબ મુખ્યપ્રધાન બનશે. નોંધનીય છે કે, દુષ્યંત ચૌટાલ હરિયાણાના નાયબ મુખ્યપ્રધાન બની શકે છે.
amit
આ અગાઉ JJP નેતા દુષ્યંત ચૌટાલાએ કહ્યું હતું કે, જે પાર્ટી આમારું સન્માન કરશે તેને સમર્થન કરીશું.
ઉલ્લેખનીય છે કે, હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 40, કોંગ્રેસને 31 અને JJPને 10 બેઠકો મળી હતી. જ્યારે ઈન્ડિયન નેશનલ લોક દળ (INLD)ને એક બેઠક મળી હતી. અપક્ષ ઉમેદવારોએ 8 બેઠકો પર વિજય મેળવ્યો હતો.