શાહે કહ્યું હતું કે, આ અગાઉ, કોઈ રાજ્યમાં સરકાર બનાવવા માટે 18 દિવસનો સમય આપવામાં આવ્યો નથી. રાજ્યપાલે વિધાનસભાનો કાર્યકાળ પુરો થયા બાદ પણ પાર્ટીઓને બોલાવી હતી. ન તો શિવસેના, એનસીપીએ દાવો કર્યો, ન ભાજપે પણ કર્યો. જો આજે પણ કોઈ પાર્ટી પાસે સંખ્યાબળ હોય તો તેઓ રાજ્યપાલનો સંપર્ક સાધી શકે છે.
અમિત શાહ ઉવાચ: શિવસેનાની માગ અમને મંજૂર નથી
નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પહેલી વાર મહારાષ્ટ્રના રાજકરણ પર પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું હતું કે, ચૂંટણી પરિણામો બાદ શિવસેનાની નવી માગ અમને મંજૂર નથી. શાહે કહ્યું હતું કે, રાજ્યપાલે કંઈ ખોટું કર્યુ નથી.
amit shah on bjp shiv sena
તેમણે આગળ જણાવ્યું હતું કે, ચૂંટણી પૂર્વે મેં અને વડાપ્રધાન મોદીએ સાર્વજનિક રીતે કહ્યું હતું કે, જો અમારુ ગઠબંધન જીતશે તો દેવેન્દ્ર ફડણવીસ જ મુખ્યપ્રધાન હશે, ત્યારે કોઈએ પણ વાંધો નહોતો ઉઠાવ્યો. હવે શિવસેના નવી માગને લઈને જીદ પકડી છે, જે અમને મંજૂર નથી.