ગુજરાત

gujarat

By

Published : Jul 22, 2020, 10:51 PM IST

ETV Bharat / bharat

વિવાદિત બાબરી કેસ: હાજર થતા પહેલા શાહે કરી અડવાણી સાથે મુલાકાત

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને તેમના નિવાસ સ્થાને મળ્યા હતા. આ દરમિયાન ભાજપના નેતા ભૂપેન્દ્ર યાદવ પણ હાજર હતા. આ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. કારણ કે 24 જુલાઇએ સીબીઆઈને વિશેષ અદાલતમાં અડવાણીને હાજર થવાનું છે. વિગતવાર વાંચો...

અડવાણી
અડવાણી

નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે બુધવારે પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને મળ્યા હતા. ગૃહપ્રધાન અમિત શાહ લગભગ અડધો કલાક એલ.કે. અડવાણીના નિવાસસ્થાને હાજર રહ્યા હતા.

હાલના ઘટનાક્રમને કારણે ગૃહપ્રધાન અમિત શાહની અડવાણી સાથેની આ મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. લાલકૃષ્ણ અડવાણી વિવાદિત બાબરી મસ્જિદના તોડવાના કેસમાં 24 જુલાઈએ સીબીઆઈની વિશેષ અદાલતમાં હાજર થવાના છે. તે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પોતાનું નિવેદન રેકોર્ડ કરશે.

તેમણે આ નિવેદન સીઆરપીસીની કલમ 313 હેઠળ કોર્ટ સમક્ષ રેકોર્ડ કરવાનું રહેશે. અડવાણી પહેલાં પાર્ટીના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશી 23 જુલાઈએ નિવેદન આપશે.

સૂત્રોનું કહેવું છે કે, ગૃહપ્રધાન અમિત શાહે આ મુદ્દે પાર્ટીના વરિષ્ઠ નેતા અડવાણી સાથે વાતચીત કરી હતી. તે જ સમયે, સૂત્રો એમ પણ કહે છે કે શ્રી રામ મંદિરનું ભૂમિપૂજન 5 ઓગસ્ટે અયોધ્યામાં થવાનું છે. લાલકૃષ્ણ અડવાણી એવા નેતા છે જેમણે રામ મંદિર આંદોલનનું નેતૃત્વ કર્યું હતું.

આ પ્રસંગે ટ્રસ્ટ તરફથી અડવાણીને આમંત્રણ આપવા ચર્ચા થઈ રહી છે. ભૂમિપૂજનના મુદ્દે પણ ચર્ચા બહાર આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details