નવી દિલ્હી: શાહીન બાગના પ્રદર્શનકારીઓ ગૃહપ્રધાન અમિત શાહને મળવા માટે રવિવારે બપોરે જશે. પ્રદર્શનકારીઓનું કહેવું છે કે, અમિત શાહે નાગરિકતા સુધારા કાયદા સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે પુરા દેશના લોકોને આવવાનું અને તેને મળવા માટેનું આમંત્રણ આપ્યુ છે. એટલા માટે અમે બપોરે 2 વાગ્યે શાહને મળવા જઈશું. અમારી પાસે કોઈ પ્રતિનિધિમંડળ નથી. જેની પણ પાસે CAAના મુદ્દા છે તેઓ અમારી સાથે આવી શકે.
શાહીન બાગના પ્રદર્શનકારીઓ આવતીકાલે ગૃહપ્રધાન શાહને મળશે, સસ્પેન્સ યથાવત
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું હતું કે, સરકાર દરેક નાગરિક સાથે વાત કરવા તૈયાર છે. જેના મનમાં નાગરિકતા સુધારા કાયદા (CAA)ને લઈને સવાલો હોય. તેઓ આવીને મારી સાથે વાત કરી શકે. શાહીન બાગના પ્રદર્શનકારીઓ અમિત શાહને રવિવારે બપોરે 2 વાગે મળશે. ઉલ્લેખનીય છે કે, ગૃહમંત્રાલયના સુત્રોએ જાણકારી આપી કે, હજુ સુધી મળવાની આવી કોઈ યોજના નથી.
શું શાહીન બાગના પ્રદર્શનકારીઓને મળશે અમિત શાહ.
ઉલ્લેખનીય છે કે, 13 ફેબ્રુઆરીએ એક ચેનલ સાથે વાત કરતા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું હતું કે, સરકાર દરેક સાથે વાત કરવા તૈયાર છે. જેના મનમાં નાગરિકતા સુધારા કાયદાને લઈને કોઈ પણ પ્રકારના સવાલો હોય.