વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના પ્રધાનોના વિભાગોની જાહેરાત કરી દીધી છે. કેન્દ્ર સરકારમાં સામેલ અમિત શાહને દેશના નવા ગૃહપ્રધાન બનાવવામાં આવ્યા છે. ગુજરાતના નેતાઓને મોદી સરકારમાં મહત્વના ખાતાઓ મળ્યા છે તો મનસુખ માંડવિયાને રસાયણ-ખાતર મંત્રાલય સોંપવામાં આવ્યું છે અને પુરીષોત્તમ રૂપાલાને કેન્દ્રીય કૃષિ રાજ્યપ્રધાન બનાવામાં આવ્યા છે. 2019માં રચાયેલી કેબિનેટમાં મનસુખ માંડવિયાને કેમિકલ એન્ડ ફર્ટિલાઈઝર ખાતું સોંપવામાં આવ્યું છે તથા શિપીંગ મિનીસ્ટ્રીનો સ્વતંત્ર હવાલો સોંપાયો છે. તો સામે પુરુષોત્તમ રૂપાલાને એગ્રિકલ્ચર એન્ડ ફાર્મર વેલ્ફેર ખાતું સોંપાયું છે.
પુરષોત્તમ રૂપાલાને પણ વડાપ્રધાન મોદીના મંત્રી મંડળમાં સ્થાન મળ્યું છે. ગત સરકારમાં પણ તેઓ મોદીના મંત્રીમંડળના રાજ્યસભાના પ્રધાન હતા અને આ વખતે પણ તેમને રાજ્યસભાના પ્રધાન તરીકેની જવાબદારી સોપવામાં આવી છે. અમિત શાહને ગૃહપ્રધાન બનવાનો પહેલાથી અનુભવ રહ્યો છે. એ વાત અલગ છે કે, પહેલા તેઓ પોતાના ગૃહરાજ્ય ગુજરાતમાં ગૃહપ્રધાન હતા. જો કે, ગુજરાતમાં નરેન્દ્ર મોદી મુખ્યપ્રધાન હતા, ત્યારે અમિત શાહને ગૃહમંત્રાલય સોંપવામાં આવ્યું હતું. શાહ 2003થી 2010 સુધી આ પદ પર રહ્યા હતા. આ રીતે જોવામાં આવે તો હવે કેન્દ્રમાં અમિત શાહ તે જ ભૂમિકામાં નજરે પડશે, જે ભૂમિકામાં તેઓ ગુજરાતમાં નિભાવી ચૂક્યા છે. અંતર બસ એટલું છે કે અગાઉ તેઓ રાજ્યના ગૃહપ્રધાન હતા અને હાલ કેન્દ્રના બન્યા છે.