ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ભાજપને સફળતાના સર્વોચ્ચ શિખરે પહોંચાડ માટે 303 બેઠકો પુરતી નથી: અમિત શાહ - amit shah

નવી દિલ્હી: લોકસભાની ચૂંટણીમાં અમિત શાહના અધ્યક્ષતા હેઠળ ભાજપને સૌથી બેઠકો મળી છે. ભાજપ તેની સફળતાની સૌથી ઉંચાઈ પર છે. પરંતુ અમિત શાહને 303 બેઠકથી સંતોષ નથી. ભાજપના પદાધિકારીઓની બેઠકમાં શાહે 303 બેઠકોને પૂરતી ન હોવાનું જણાવી પાર્ટીને હજુ સર્વોચ્ચ શિખર પર પહોંચાડવાની વાત કરી હતી.

અમિત શાહ ભાજપને સફળતાના સર્વોચ્ચ શિખરે પહોંચાડવા માગે છે, પદાધિકારીઓની બેઠકમાં કહ્યુ 303 બેઠકો પુરતી નથી

By

Published : Jun 13, 2019, 9:40 PM IST

Intro:Body:

અમિત શાહે કરેલી ચર્ચાને પત્રકારો સમક્ષ રજુ કરતા ભુપેન્દ્ર યાદવે કહ્યું કે, નવા વિસ્તારોમાં, સમાજોમાં, વર્ગોમાં પક્ષની વિચારધારાને લઈ જવામાં આવશે. આ બેઠકમાં એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે, મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણ આગામી સદસ્યતા અભિયાનનું નેતૃત્વ કરશે. તેમજ બીજા 4 નેતા તેમની મદદમાં રહેશે.

તો અંગે ભુપેન્દ્ર યાદવે વધુમાં જણાવ્યું હતું કે, હાલમાં ભાજપના કુલ 11 કરોડ સભ્ય છે, જેમાં 20 ટકાનો વધારો થશે.લોકસભાની ચૂંટણીમાં સૌથી વધુ બેઠકો મેળવી સૌથી મોટો પક્ષ બન્યા પછી ભાજપના પદાધિકારીઓની પહેલી બેઠક મળી હતી. ભાજપના પ્રમુખ અમિત શાહની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં સંગઠન સાથે સંકળાયેલા રાષ્ટ્રીયકક્ષાના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતાં.

આ બેઠક પછી યોજાયેલી પત્રકાર પરિષદમાં મહાસચિવ ભુપેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે, આ બેઠકમાં અધ્યક્ષ અમિત શાહે પદાધિકારીઓને જણાવ્યું હતું કે, વર્ષ 2019માં 303 સીટ પર જીત મેળવ્યા પછી, પણ પક્ષ પોતાના પ્રદર્શન માટે ખુશ નથી. હજુ પક્ષને વધારે ઉંચાઈ પર પહોંચાડવાનો છે.

ABOUT THE AUTHOR

...view details