નવી દિલ્હી : કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (CRPF) ની રેપિડ એકશન ફોર્સ (RAF)ની 28મી વર્ષગાંઠ પર ગૃહપ્રધાન અમિત શાહે ટ્વિટ કરી શુભકામના પાઠવી છે. જેને લઈ ગુરુગ્રામમાં આવેલી CRPF એકેડમીમાં એક વિશેષ પરેડનું આયોજન કરવામાં આવ્યું છે.
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે RAFની 28મી વર્ષગાંઠ પર શુભકામના પાઠવી - ગૃહપ્રધાન અમિત શાહે
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ટ્વિટર પર રેપિડ એક્શન ફોર્સ (RAF) ના જવાનો અને તેમના પરિવારોને 28મી વર્ષગાંઠ પર શુભેચ્છાઓ પાઠવી હતી. 1999 માં ભારત સરકાર દ્વારા RAF ની સ્થાપના કરવામાં આવી હતી. આ ફોર્સ મુખ્યત્વે દેશના કોઈપણ વિસ્તાર કે રાજ્યમાં થતા હિંસા અને કાયદો અને વ્યવસ્થા કથળી હોય તે પરિસ્થિતિને ઓછા બળ પ્રયોગ દ્વારા થોડી જ વારમાં કાબુમાં લે છે.
વર્ષ 1992માં CRPFની વિશેષ ફોર્સ RAFનું ગઠન કરવામાં આવ્યું હતુ. આ વિશેષ ફોર્સમાં 15 બટાલિયન છે. જેને રમખાણો જેવી સંવેદનશીલ પરિસ્થિતિઓ અને આંતરિક સલામતી માટે ગઠન કરવામાં આવ્યું છે.(RAF) ખુબ જ ઓછા સમયમાં રમખાણો શરુ થતાં જ ઘટના સ્થળે પહોંચે છે, અને રમખાણોને કાબુમાં લે છે.
સામાન્ય લોકો વચ્ચે પહોચી સુરક્ષા આપનારી (RAF) લોકો વચ્ચે વિશ્વાસ જગાવે છે. તેમની સુરક્ષા માટે તેઓ હંમેશા હાજર હોય છે. જેમાં મહિલા જવાનોને પણ સામેલ કરવામાં આવી છે. જે મહિલા પ્રદર્શનકારિયોને રોકે છે. આ ફોર્સના જવાનો સંયુક્ત રાષ્ટ્ર શાંતિ મિશન માટે મોકલવામાં આવે છે.