ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કોલસા ખાણની હરાજીના નિર્ણયથી ભારત ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનશે: શાહ

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ​​આત્મનિર્ભર ભારતને ધ્યાનમાં રાખીને 41 કોલસાની ખાણોની હરાજીની પ્રક્રિયાને મંજૂરી આપી છે. આ ઐતિહાસિક નિર્ણય બાદ ભારત ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનશે.

ગૃહ પ્રધાન અમિત શાહ
ગૃહ પ્રધાન અમિત શાહ

By

Published : Jun 18, 2020, 5:08 PM IST

નવી દિલ્હી : કોલસા મંત્રાલયએ કોમર્શિયલ ખાણકામ માટે 41 કોલસા બ્લોકની હરાજી માટેની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારત માટેના આહવાનને અનુલક્ષીને આ પહેલનો ઉદ્દેશ ઉર્જાની જરૂરિયાતોને પહોંચી વળવા આત્મનિર્ભરતા મેળવવા અને ઓદ્યોગિક વિકાસને વેગ આપવાનો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ ખાનગી ક્ષેત્ર માટે 41 કોલ બ્લોક્સની હરાજીની પ્રક્રિયા શરૂ કરી છે. વડાપ્રધાને વીડિયો કોન્ફરન્સ દ્વારા હરાજીની પ્રક્રિયાની શરૂઆતમાં આયોજિત કાર્યક્રમને સંબોધન કર્યું અને ખાણકામ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા મેળવવા માટે પોતાની દ્રષ્ટિ આગળ ધપાવી છે. તો આ 41 કોલસા ખાણો અંગે કોલસા મંત્રાલયે પણ વધુ માહિતી આપી છે.

ગૃહપ્રધાને આ અંગે કહ્યું કે, વડાપ્રધાન મોદીએ ​​આત્મનિર્ભર ભારતને ધ્યાનમાં રાખીને વેપારી ખાણકામ માટે 41 કોલસાની ખાણોની હરાજીની પ્રક્રિયાને મંજૂરી આપી છે. ઐતિહાસિક નિર્ણય બાદ ભારતને ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનાવાશે.

શાહે કહ્યું કે, આ કોલસા બ્લોકનું કોમર્શિયલ ખાણકામમાં રોકાણ આગામી પાંચથી સાત વર્ષમાં આશરે 33,000 કરોડ રૂપિયા થવાનો અંદાજ છે. આ બ્લોકથી રાજ્ય સરકારોને વાર્ષિક 20,000 કરોડની આવક થશે. તેમણે કહ્યું કે, કોલસા ખાણકામ ક્ષેત્રમાં હરાજીની પ્રક્રિયા સ્વનિર્ભર ભારત અભિયાન અંતર્ગત કરવામાં આવેલી જાહેરાતોનો એક ભાગ છે.

આ હરાજીની પ્રક્રિયા કોલસા ક્ષેત્રને કોમર્શિયલ માઇનિંગ માટે ખોલવાની શરૂઆત છે. આનાથી દેશ તેની ઉર્જાની જરૂરિયાતોને પહોંચી વળવા આત્મનિર્ભર બનશે અને ઔદ્યોગિક વિકાસને વેગ મળશે. સરકારે ગયા મહિને રેવન્યુ હિસ્સાના આધાર પર કોમર્શિયલ માઇનિંગને મંજૂરી આપી હતી. આ અંગેનો નિર્ણય વડાપ્રધાનની આગેવાની હેઠળની આર્થિક બાબતોની કેબિનેટ સમિતિ (CCEA)ની બેઠકમાં લેવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details