ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રાહુલ ગાંધીના "સરેન્ડર મોદી" વાળા ટ્વીટ પર અમિત શાહનો જવાબ

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને પડકાર આપ્યો છે કે, તમારે ચર્ચા કરવી હોય તો આવો રૂબરૂ મળીને ચર્ચા કરીશું. પરંતુ આમ દેશવિરોધી નિવેદન આપવું યોગ્ય નથી. નોંધનીય છે કે, રાહુલ ગાંધીએ એક ટ્વીટમાં કહ્યું હતું કે, "PM મોદી ખરેખર 'સરેન્ડર મોદી" છે. આ અંગે વાત કરતાં અમિત શાહે કહ્યું કે, રાહુલ 'છીછરી માનસિકતાના રાજકારણ'નો સહારો લઈ રહ્યા છે.

amit-shah-
amit-shah-

By

Published : Jun 28, 2020, 1:37 PM IST

નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા છે. એક વિશેષ ઇન્ટરવ્યૂ દરમિયાન અમિત શાહે કહ્યું હતું કે, "1962 થી આજ સુધીમાં તમે જોઈલો. " શાહે કહ્યું કે, હું કોઈ પણ ચર્ચાથી ડરતો નથી. જ્યારે સૈનિકો સંઘર્ષ કરી રહ્યા છે, ત્યારે સરકાર નક્કર પગલા લઈ રહી છે, તે સમયે પાકિસ્તાન અને ચીન રાજી થાય તેવા નિવેદનો આપવા જોઈએ નહીં.

શાહે જણાવ્યું કે, 'અમે ભારત વિરોધી ગતિવિધીઓ સામે લડવા માટે સંપૂર્ણ રીતે સક્ષમ છીએ, પરંતુ દુઃખ થાય છે જ્યારે આટલી મોટી રાજકીય પાર્ટી આવી નીચલી કક્ષાનું રાજકારણ કરે છે. તેમણે કહ્યું કે, આ રાહુલ અને કોંગ્રેસ માટે આત્મનિરીક્ષણની વાત છે કે, તેમના ટ્વીટ બાદ પાકિસ્તાન અને ચીન તે હેશટેગને આગળ ફેલાવી રહ્યાં છે.

આગળ વાત કરતાં અમિત શાહે કહ્યું કે, 'કોંગ્રેસ માટે ચિંતાની વાત છે કે તેમના નેતાની હેશટેગને પાકિસ્તાન અને ચીન દ્વારા પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આ કટોકટીના સમયમાં તમે પણ ચીન અને પાકિસ્તાનને ગમતું કરી રહ્યાં છો. જે શરમજનક છે.

ઇન્ટરવ્યૂ દરમિયાન ભારતીય જમીન પર ચીની સૈનિકોની હાજરીને લગતા સવાલો ઉઠાવતાં ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે હતું કે, LACની હાલની પરિસ્થિતિ અંગે ટિપ્પણી કરવાનો આ યોગ્ય સમય નથી. શાહે કહ્યું કે, સતત માહિતી આપવામાં આવી રહી છે, જરૂર પડે તો તેઓ જવાબ આપશે.

નોંધનીય છે કે, 21 જૂને રાહુલ ગાંધીએ લદ્દાખમાં ચીની સેનાની ઘૂસણખોરી પર PM મોદી પર પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, "PM મોદી ખરેખર 'સરેન્ડર મોદી" છે.

ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા વિજય સોનકર શાસ્ત્રીએ કહ્યું કે હતું કે, રાહુલ ગાંધી પોતે પણ રાજકીય પરિવારમાંથી છે. આ પ્રકારના બેજવાબદાર નિવેદનની તેમની પાસેથી અપેક્ષા રાખી શકાતી નથી. આ સાથે જ તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીના લોકો સતત ચીનની તરફેણમાં બોલે છે, જેમ કે તેઓ ચીનના પેરોલ પર છે.

ABOUT THE AUTHOR

...view details