બિહારના સીતામઢીમાં શાહે કહ્યું કે, મોદી સરકારમાં દેશ સુરક્ષિત થયો છે. શાહે આરોપ લગાવ્યો હતો કે, કોંગ્રેસ કાર્યાલયમાં પાકિસ્તાની આંતકી આવતા હતા અને આપણા જવાનોના માથા કાપીને લઈ જતા હતાં. પણ કોંગ્રેસે કશું ના કર્યું. ભાજપ સરકારે ઘરમાં જઈ પઠાણકોટ અને પુલવામાં હુમલાનો બદલો લીધો. ભાજપ સરકાર દેશની સુરક્ષા સાથે છેડછાડ નહીં કરે.
પાકિસ્તાનમાંથી ગોળી આવશે તો જવાબમાં ગોળા ફેંકીશું: અમિત શાહ
ન્યૂઝ ડેસ્ક: ભાજપ અધ્યક્ષ અમિત શાહ લોકસભા ચૂંટણી પ્રચાર માટે આજે બિહારના પ્રવાસે હતા. જ્યાં તેમણે એક જનસભાને સંબોધન કરતા કહ્યું કે, ભાજપ વોટ બેંક માટે ક્યારેય દેશની સુરક્ષા સાથે રમત નહીં કરે. શાહે કહ્યું કે, પાકિસ્તાન જો એક ગોળી ફેંકશે તો અહીંથી ગોળા ફેંકવામાં આવશે.
ians
શાહે વધુમાં કહ્યું કે, જ્યારે આપણે એર સ્ટ્રાઈક કરી તો લાલૂ રાબડી તથા કોંગ્રેસમાં માતમ હતો. વિપક્ષના ચહેરા પર માયૂસી જોવા મળતી હતી,