ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પૂર્વ વડાપ્રધાનોએ 56 ઈંચના છાતી વાળા વ્યક્તિ જેવું સાહસ નથી દેખાડ્યું: અમિત શાહ

કોલ્હાપુર: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ચૂંટણીના સમયે આર્ટીકલ 370ના બહાને આગાઉની સરકારોને કોસવાનો એક પણ મોકો છોડી નથી રહ્યા. રવિવારે શાહે 370 હટાવા પર મોદીના વખાણ કરતા કહ્યું કે અગાઉની સરકારે જમ્મુ-કાશ્મીરને ભારતની મુખ્યધારા સાથે જોડવા 56 ઈંચની છાતીવાળા વ્યક્તિ જેવું સાહસ ક્યારે પણ નથી દેખાડ્યું.

Amit shah

By

Published : Oct 13, 2019, 8:11 PM IST

અમિત શાહે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા કોલ્હાપુર જિલ્લામાં એક રેલીને સંબોધતા કહ્યું કે, લોકોએ કોંગ્રેસ અને એન.સી.પી. નેતાઓને પુછવું જોઈએ કે જમ્મુ-કાશ્મીરને વિશેષ દર્જો આપતા આર્ટિકલ 370ને વધારે પ્રાવધાનોથી હટાવ્યા પર એન.સી.પી. સરકારના નિર્ણયને સમર્થન કરે છે.

શાહે કહ્યું કે, કેટલીય સરકાર આવી અને ગઈ કેટલાય વડાપ્રધાન આવ્યા અને ગયા કોઈએ પણ 370ને હટાવાનું સાહસ નથી દેખાડ્યું, પરંતુ 56 ઈંચના છાતી વાળા વ્યક્તિએ આ એકવારમાં જ ખતમ કરી નાખ્યું. તેઓએ જમ્મુ-કાશ્મીરમાં 370 લાગુ કરવા પર વિપક્ષ પાર્ટી કોંગ્રેસને જવાબદાર ગણાવી હતી.

શાહે આગળ જણાવ્યું કે, સતામાં આવ્યા બાદ મોદીએ કંઈક એવું કર્યું જેનો દેશ 70 વર્ષોથી વાટ જોઈ રહ્યો હતો. તેઓએ ગત પાંચ ઓગસ્ટે આર્ટીકલ 370ને ખત્મ કરી અને જમ્મુ-કાશ્મીર દેશના મુખ્યધારામાં જોડાય ગયું. સાથે જ શાહે મોદી સરકારના નેતૃત્વમાં કરેલા અન્ય સાહસિક નિર્ણયો પણ ગણાવ્યા. જેમાં ટ્રિપલ તલાક પ્રથા બંધ અને ઉરી તથા પુલવામાં આતંકવાદી હુમલો બાદ ક્રમશ સર્જિકલ સ્ટ્રાઈક અને એયર સ્ટ્રાઈકનો સમાવેશ થાય છે.

કોલ્હાપુર અને સાંગલીમાં ઓગસ્ટમાં આવેલ પુરને લઈ તેઓએ લોકોને આશ્વાસન આપ્યું કે કેન્દ્ર તથા રાજ્ય સરકાર મળીને બંને જિલ્લાને વધુ સારો અને સુંદર બનાવાશે. શાહે ભાજપના નેતૃત્વ વાળી મહારાષ્ટ્ર સરકારના જળ સંરક્ષણ કાર્યક્રમ 'જલયુક્ત શિવાર'ના પણ વખાણ કર્યા હતા.

ABOUT THE AUTHOR

...view details