દુર્ગા પૂજા નિમિત્તે પશ્ચિમ બંગાળના પ્રવાસે ગયેલા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે જણાવ્યું કે, પીએમ મોદીના નેતૃત્વમાં જે સરકાર બની છે, તેમાં પશ્ચિમ બંગાળનું સૌથી મોટું યોગદાન છે. જો અહીંની પ્રજા આટલો વિશ્વાસ ન મુકતી તો પાર્ટી 300થી ઉપરનો આંકડો પાર કરી શકતી નહીં. હવે આગામી વિધાનસભા ચૂંટણીમાં રાજ્યમાં ભાજપની સરકાર બનવા જઈ રહી છે. તેમણે જણાવ્યું કે, 2014માં ભાજપને 2 સીટ મળી હતી અને હવે અહીં લોકસભામાં 18 સીટ પ્રાપ્ત થઈ છે. આખું બંગાળ ભાજપમય બન્યું છે. 40 ટકા વોટ મળ્યા છે અને અઢી કરોડ બંગાળી પ્રજાએ વોટ આપ્યા છે. તેમ છતાં છેલ્લા 4 મહિનામાં 30 કાર્યકર્તા શહીદ થયા છે. આગામી ચૂંટણીમાં જે લોહી વહ્યું છે તેનો બદલો પૂર્ણ બહુમત ધરાવતી સરકાર બનાવીને લઈશું.
બાંગ્લાદેશી મુસ્લિમ ઘુસણખોરોને બચાવવા માટે NRCનો વિરોધ કરે છે: અમિત શાહ - કોલકત્તના સમાચાર
કોલકત્તા: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે મંગળવારના રોજ કોલકાતામાં NRCના મુદ્દા વિશે વાત કરી હતી. ગૃહપ્રધાન બન્યા બાદ અમિત શાહ પહેલી વખત મંગળવારે પશ્વિમ બંગાળ પહોંચ્યા હતા. તેમણે કહ્યું, હું આજે હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ અને ઈસાઇ શરણાર્થીઓને આશ્વસ્ત કરું છું કે, કેન્દ્ર તમને ભારત છોડવા માટે મજબૂર નહીં કરે. અફવાઓ પર ધ્યાન ન આપો. NRC પહેલા અમે સિટીઝનશીપ અમેન્ડમેન્ટ બિલ લઇને આવીશું જે એ ખાતરી કરશે કે આ લોકોને ભારતની નાગરિકતા મળે.
તેમણે કહ્યું, પહેલા દુર્ગાપુજામાં મૂર્તિ વિસર્જન માટે કોર્ટમાં જવું પડતું હતું. આ વખતે હું દુર્ગાપુજામાં આરતી કરવા આવ્યો છું, કોઈની હિંમ્મત નથી દુર્ગાપુજા રોકવાની. વસંત પંચમી પર જોઈ લેજો કોઈની હિંમ્મત નહી થશે વસંત પંચમીને રોકવાની કારણ કે, તમે 18 સીટો ભાજપને આપી છે.તેમણે કહ્યું કે, આર્ટિકલ 370 હટાવીને મોદીજીએ શ્યામાપ્રસાદ મુખર્જીનું સપનું પૂર્ણ કર્યું છે.બંગાળના સપૂત મુખર્જીએ કાશ્મીરની ધરતી પર નારો લગાવ્યો હતો એક દેશ માં બે પ્રધાન, બે નિશાન નહી રહેશે. તેમણે એક નિશાન, એક વિધાન અને એક પ્રધાનનો નારો આપ્યો.