ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રાહુલે મોદીને RSSના PM ગણાવ્યા, ભાજપે કહ્યું રાહુલ માંગે માફી - ભાજપ પ્રવક્તા સંબિત પાત્રા

નવી દિલ્હી: રાહુલ ગાંધીએ એક ટ્વીટમાં મોદીને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના PM ગણાવ્યા હતા. તેમણે લખ્યું કે, RSSના વડાપ્રધાન ભારત માતાને ખોટું બોલે છે. જે બાદ ભાજપે કહ્યું કે, રાહુલ ગાંધી માફી માગે.

rahul
રાહુલ

By

Published : Dec 26, 2019, 8:05 PM IST

રાહુલ ગાંધીના ટ્વીટ પર પલટવાર કરતા ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે, રાહુલ ગાંધીએ એક ટ્વીટ કર્યું છે, જેની ભાષા અપમાનજનક છે, તેમણે કહ્યું કે, રાહુલ પાસે સારી ભાષાની આશા પણ ના રાખી શકાય.

ભાજપ પ્રવક્તાએ કહ્યું કે, રાહુલ ગાંધી જુંઠોના સરદાર છે. તેમણે NRC અને ડિટેન્શન સેન્ટર બનાવવાની વચ્ચે કોઇ સંબંધ ન હોવાની વાતને નકારી નાખી છે.

પાત્રાએ કહ્યું કે, રાહુલ ગાંધી જે ભાષાનો ઉપયોગ કરી રહ્યાં છે, તે અપમાનજનક છે. રાહુલ ગાંધીએ માગી માગવી જોઇએ. રાફેલ મામલે રાહુલ ખોટું બોલ્યા હતા, જે મામલે સુપ્રીમ કોર્ટમાં માફી માગી હતી.

સંબિત પાત્રાએ કહ્યું કે, 2011માં 13 ડિસેમ્બરે કેન્દ્રની UPA સરકારે એક પ્રેસ રિલીઝમાં કહ્યું કે, તરૂણ ગોગોઈ તે સમયે આસામના મુખ્યપ્રધાન હતા. ત્યારે આસામમાં ત્રણ ડિટેન્શન કેમ્પ ખોલવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીના ટ્વીટ પર ભાજપ IT સેલના પ્રમુખ અમિત માલવીયએ જવાબ આપ્યો હતો. માલવીય કહ્યું કે, રાહુલ ગાંધી વિદેશ પ્રવાસ કરે છે. રાહુલે વિઝાની પરવાનગી વગર કોઇપણ દેશમાં રોકાઇ જવું જોઈએ.

ભાજપ IT સેલ પ્રમુખે કહ્યું કે, કોગ્રેસ દેશમાં નફરત ફેલવવાનું કામ કરી છે.

ABOUT THE AUTHOR

...view details