ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જમ્મુ-કાશ્મીરઃ વાયુ સેનાએ રાષ્ટ્રીય રાજમાર્ગ પર શરૂ કર્યું રનવે નિર્માણ કાર્ય - ઇન્ડિયન એર ફોર્સ

IAF દ્વારા કાશ્મીરના બિજબેહારા વિસ્તારમાં નેશનલ હાઇવે- 44થી જોડાયેલા ત્રણ કિલોમીટર લાંબા રનવેનું નિર્માણ કાર્ય શરૂ કરાયું છે. તે માટે જિલ્લા પ્રશાસન દ્વારા ટ્રક અને શ્રમિકોને પાસ આપવામાં આવ્યા હતા.

Jammu Kashmir
Jammu Kashmir

By

Published : Jun 3, 2020, 5:39 PM IST

શ્રીનગરઃ ભારતીય વાયુ સેનાએ (આઇએએફ) દક્ષિણ કાશ્મીરના બિજબેહારા વિસ્તારમાં નેશનલ હાઇવે-44 સાથે જોડાયેલા 3 કિલોમીટર લાંબા રનવેનું નિર્માણ કાર્ય શરૂ કર્યું છે.

તમને જણાવીએ તો રનવે પર કામ બે દિવસ પહેલા યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવ્યું છે. આ વિશે એક અધિકારીએ કહ્યું કે, આ ત્રણ કિલોમીટર લાંબો માર્ગ હશે અને કોઇ પણ કટોકટીની સ્થિતિમાં ફાઇટર જેટ માટે રનવેના રૂપમાં કામ કરશે.

રનવેના નિર્માણ માટે જિલ્લા પ્રશાસન દ્વારા ટ્રકો અને શ્રમિકોને પાસ આપવામાં આવ્યા છે.

મહત્વનું છે કે, આપાતકાલિન લેન્ડિંગ સુવિધાનું નિર્માણ એવા સમયમાં થઇ રહ્યું છે, જ્યારે ભારતીય સેના અને ચીનની પીપુલ્સ લિબરેશન આર્મીની વચ્ચે લાઇન ઑફ એક્ચ્યુઅલ કાંસ્ટ્રોલ (LAC) પર ગતિરોધ લાગુ છે.

ABOUT THE AUTHOR

...view details