ગુજરાત

gujarat

ETV Bharat / bharat

વડાપ્રધાન મોદીએ કિસાન આંદોલન વચ્ચે ખેડૂતો સાથે સંવાદ કર્યો - વડા પ્રધાન મોદી

વડા પ્રધાન મોદી આજે (મંગળવાર) ગુજરાતના કચ્છમાં ખેડૂતો સાથે વાતચીત કરી હતી. વડાપ્રધાનનો આ કાર્યક્રમ નવા કૃષિ કાયદા વિરૂદ્ધ દિલ્હીમાં ચાલી રહેલા કિસાન આંદોલન વચ્ચે થઇ રહ્યો છે. વડા પ્રધાન સાથે સંવાદ માટે ભારત-પાક સીમા નજીક વસેલા સિખ ખેડૂતોને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે.

ખેડૂતોના આંદોલન વચ્ચે કિસાનો સાથે સંવાદ કરશે વડા પ્રધાન મોદી
ખેડૂતોના આંદોલન વચ્ચે કિસાનો સાથે સંવાદ કરશે વડા પ્રધાન મોદી

By

Published : Dec 15, 2020, 11:53 AM IST

Updated : Dec 15, 2020, 4:30 PM IST

  • PM કચ્છના એક દિવસીય પ્રવાસે
  • કચ્છના ખેડૂતો અને સિખ ખેડૂતો સાથે કર્યો સંવાદ
  • નવા કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો પ્રદર્શન કરી રહ્યા છે

અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતમાં કચ્છના એક દિવસીય પ્રવાસે છે, ત્યારે કૃષિ કાયદાના વિરોધમાં શરૂ ખેડૂતોના આંદોલન વચ્ચે તે કચ્છના કૃષિ સમુદાય ઉપરાંત ગુજરાતના સિખ ખેડૂતો સાથે પણ મુલાકાત કરી હતી.

પીએમ મોદી કચ્છના પ્રવાસ

આધિકારીક નિવેદન અનુસાર, વડા પ્રધાન અમુક પરિયોજનાઓનો શિલાન્યાસ કરશે અને કચ્છમાં ધોરડોના ખેડૂતો અને કલાકારો સાથે સંવાદ કરશે. મુખ્ય કાર્યક્રમ પહેલા તે કચ્છના ખેડૂતો સાથે ચર્ચા કરી હતી.

સિખ ખેડૂતો અને વડા પ્રધાન મોદી કરશે સંવાદ

ગુજરાતના માહિતી વિભાગ તરફથી જાહેર પ્રેસ નોટ અનુસાર, ભારત-પાક સીમા નજીક વસેલા સિખ ખેડૂતોને વડા પ્રધાન મોદીએ સંવાદ માટે આમંત્રિત કર્યા છે.

ખેડૂતો નવા કૃષિ કાયદાનો વિરોધ કરી રહ્યા છે

કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં અને તેની આસપાસ મળીને લગભગ 5000 સિખ પરિવાર રહે છે.

ઉલ્લેખનીય છે કે, નવા કૃષિ કાયદાના વિરોધમાં હજારો ખેડૂતો છેલ્લા બે અઠવાડિયાથી પણ વધુ સમયથી દિલ્હીની સીમાઓ પર વિરોધ-પ્રદર્શન કરી રહ્યા છે.

Last Updated : Dec 15, 2020, 4:30 PM IST

ABOUT THE AUTHOR

...view details