નવી દિલ્હી: દિલ્હીની જામા મસ્જિદના શાહી ઇમામ સૈયદ અહેમદ બુખારીએ જાહેરાત કરી છે કે, ઈદ ઉલ ફિત્ર 25 મેના રોજ દેશભરમાં ઉજવાવામાં આવશે. મૌલાના બુખારીએ કહ્યું કે, 25 મેના રોજ ઈદ ઉલ ફિત્ર દેશભરમાં ઉજવવામાં આવશે, કારણ કે શનિવારે ચંદ્ર દેખાયો ન હતો.
શાહી ઇમામની જાહેરાત, દેશભરમાં 25 મેના રોજ ઈદની ઉજવણી કરાશે - દિલ્હીની જામા મસ્જિદના શાહી ઇમામદ સૈયદ અહેમદ બુખારી
દિલ્હીની જામા મસ્જિદના શાહી ઇમામદ સૈયદ અહેમદ બુખારીએ જાહેરાત કરી છે કે, ઈદ ઉલ ફિત્ર 25 મેના રોજ દેશભરમાં ઉજવાશે.

શાહી ઇમામદ સૈયદ અહેમદ બુખારી
તેમણે કહ્યું કે, 'આપણા બધાએ સાવચેતી રાખવી અને સામાજિક અંતર જાળવવું ખૂબ જરુરી છે. આપણે હાથ મિલાવવા અને ગળે લગાવવાનું ટાળવું જોઈએ અને સરકારના માર્ગદર્શિકાનું પાલન કરવું જોઈએ.