ગુજરાત

gujarat

ETV Bharat / bharat

અમેઠી: સુરેન્દ્ર પ્રતાપ સિંહ હત્યાકાંડનો મુખ્ય આરોપી પોલીસના ઝબ્બે - arrest

અમેઠી: નવા ચૂંટાયેલા સાંસદ સ્મૃતિ ઇરાનીના ખુબ જ નજીકના અને મનોહર પારીકર દ્વારા દત્તક લીધેલા ગામ બરૌલીયાના ભૂતપૂર્વ પ્રધાન રહી ચૂકેલા સુરેન્દ્ર પ્રતાપ સિંહ હત્યાકાંડના મુખ્ય આરોપી વસીમને અમેઠીની પોલીસે ગત રાત્રીના રોજ અથડામણ બાદ ધરપકડ કરી હતી.

અમેઠી

By

Published : May 31, 2019, 12:38 PM IST

જેમાં પોલીસ અથડામણ બાદ વસીમના પગમાં ગોળી લાગવાને કારણે તેને ઈલાજ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ઉપચાર બાદ વસીમને કોર્ટમાં લઈ જવામાં આવશે. અથડામણ દરમિયાન જામો ઇન્સ્પેક્ટર રાજીવ સિંહ પાસેથી ગોળી નીકળી ગઈ હતી.

જણાવી દઈએ કે, 25 મે ના રોજ બરૌલીયના ભૂતપૂર્વ પ્રધાન લગ્નમાંથી આવ્યા બાદ પોતાના ઘરની બહાર ઊંઘી રહ્યા હતા ત્યાં જ અસામાજીક તત્વોએ આવીને તેમને ગોળી મારી હતી. જે બાદ તેમને તાત્કાલીક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પરંતુ અધવચ્ચે જ તેમનું મૃત્યું નિપજ્યું હતું. 26 મી મેના રોજ પ્રધાન નરેન્દ્ર સિંહના ભાઈએ જામો પોલીસ સ્ટેશન પર પાંચ લોકોની સામે કેસ દાખલ કર્યો હતો. જેમાં વસીમ, નસીમ, ગોલુ સિંહ, રામચંદ્ર બીડીસી તેમજ ધર્મનાથ ગુપ્તા સામે કેસ દાખલ કર્યો હતો.

અમેઠી: સુરેન્દ્ર પ્રતાપ સિંહ હત્યાકાંડનો મુખ્ય આરોપી પોલીસના ઝબ્બે

સુરેન્દ્રસિંહ હત્યાકાંડ કેસ જે બરૌલિયામાં થયો હતો. તેમાં 3 આરોપીઓને ધરપકડ કરવામાં આવી હતી અને જે બાકીના હતા તેઓને થાણા જામો જગદીશપુર રોડ પર સલારપુરમાં પોલીસે અથડામણ બાદ પકડ્યા હતા. આરોપીને એક પગમાં લાગી હતી અને ઈંસ્પેક્ટરને પણ સામાન્ય ઇજાઓ થઈ છે. પકડાયેલા આરોપીને હૉસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. સારવાર બાદ આરોપીને કોર્ટમાં લઈ જવામાં આવશે

ABOUT THE AUTHOR

...view details