ટ્રમ્પે જણાવ્યું કે, તેમણે આ નિર્ણય એટલા માટે લીધો છે કારણ કે અમેરિકા સાથે જોડાણ હોવા છતાં ભારતે અમેરિકાને એ આશ્વાસન નથી આપ્યું કે તે અમેરિકાની પ્રોડક્ટને ભારતના બજારમાં સમાન અને યોગ્ય પહોંચ ઉપલબ્ધ કરાવશે.’
અમેરિકાએ મોદી સરકારને આપ્યો ઝટકો, GSP વ્યવસ્થા બંધ - donald trump
નવી દિલ્હી: અમેરિકા તરફતી ભારતને આપવામાં આવતી Generalized System of Preferences વ્યવસ્થા હવે બંધ કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, અમેરિકા 5 જૂનથી ભારતને આપવામાં આવેલા GSPનો દરજ્જો ખત્મ કરી દેશે. ટ્રમ્પે આ વર્ષે માર્ચમાં ભારતને GSP કાર્યક્રમમાંથી દૂર કરવાની જાહેરાત કરી હતી.
june
GSPથી ભારતને થતા લાભ
Generalized System of Preferences અમેરીકા દ્વારા બીજા દેશમે આપવામાં પસંદગીની સૌથી જુની પ્રણાલી છે. આ દરજ્જો મળ્યા બાદ જે તે દેશને કોઇ પણ ખર્ચ વગર સામાન અમેરિકામાં નિકાસ કરવાની છૂટ મળે છે. ભારત 2017માં GSP કાર્યક્રમનો સૌથી મોટો લાભાર્થી રહ્યો છે.