ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કાશ્મીર પર મધ્યસ્થતાનો ટ્રમ્પનો પ્રસ્તાવ શરમજનક: અમેરિકા સાંસદ - Narendra Modi

ન્યૂઝ ડેસ્ક: યુ.એસ.ના અધ્યક્ષ બ્રેડ શર્મનએ કહ્યું છે કે, કાશ્મીર મુદ્દે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મધ્યસ્થતા દરખાસ્ત શરમજનક છે અને તેમણે ટ્રમ્પની આ ભૂલ માટે વોશિંગ્ટનમાં ભારતનાં રાજદૂત હર્ષવર્ધન શ્રૃંગલાની માફી પણ માગી છે. કેલિફોર્નિયાના સાન ફર્નાન્ડો વેલીના પ્રતિનિધિ શર્મને જણાવ્યું હતું કે, ભારત કાશ્મીર મુદ્દા પર કોઇ પણ ત્રીજા પક્ષની મધ્યસ્થીના પ્રસ્તાવનો હંમેશા વિરોધ કરતો રહે છે, અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ બાબતે ટ્રમ્પને મધ્યસ્થી રહેવા માટે ક્યારેય નહી કહ્યું હોય.

TruTrumpmp

By

Published : Jul 23, 2019, 1:45 PM IST

Updated : Jul 23, 2019, 2:01 PM IST

તેમણે સોમવારે ટ્વીટ કર્યુ અને જણાવ્યું કે, મે ટ્રમ્પના શર્મજનક નિવેદન બદલ ભારતીય રાજદુત હર્ષ વર્ધન શ્રૃંગલાની માફી પણ માંગી છે.

તેમણે કહ્યું, જે પણ દક્ષિણ એશિયાની વિદેશ નીતિ વિશે જાણે છે તેને ખ્યાલ જ હશે કે ભારત હંમેશા કાશ્મીર મુદ્દા પર કોઇ પણ ત્રીજા પક્ષ દ્વારા મધ્યસ્થતાનો વિરોધ કરતો રહ્યો છે. દરેકને જાણ છે કે વડાપ્રધાન મોદી આવું ન કહી શકે. ટ્રમ્પનું નિવેદન શરમજનક છે.

ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પે અમેરિકા પ્રવાસ પર આવેલા ઇમરાન ખાન સાથે સોમવારે એક સંવાદદાતા સંમેલનમાં જણાવ્યું હતું કે, ભારતના વડાપ્રધાન મોદીએ કાશ્મીર મુદ્દે તેમને મદદ કરવા જણાવ્યું છે. ત્યારે ટ્રમ્પે કહ્યું હતું કે, જો હું આ મુદ્દા પર મદદ કરી શકુ તો જરૂરથી કરીશ. ટ્રમ્પે તો આમંત્રણ મળશે તો પાકિસ્તાન જવાની પણ વાત કહી હતી.

જો કે, ભારતે ટ્રમ્પના આ દાવાને ખોટો ગણાવ્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે ટ્વીટમાં કરી જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ જોડે આવો કોઇ આગ્રહ નથી મુક્યો.

રવીશ કુમારનું ટ્વીટ
Last Updated : Jul 23, 2019, 2:01 PM IST

ABOUT THE AUTHOR

...view details