ગુજરાત

gujarat

ETV Bharat / bharat

અમેરિકાના કોર્પોરેટ જગતે કર્યુ ભારતીય બજેટનું સ્વાગત, રોકાણોને મળશે પ્રોત્સાહન

વૉશિગ્ટન: નાણા પ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા જાહેર કરવામાં આવેલા બજેટની પહેલી વાર અમેરિકાના કોર્પોરેટ જગતમાં પ્રશંસા કરવામાં આવી છે.

Budget

By

Published : Jul 7, 2019, 8:50 AM IST

તમને જણાવી દઇએ કે, સોમવારે બજેટની પ્રસંશા કરીને અમેરિકા કોર્પોરેટ જગતે આને વિદેશી રોકાણ માટે યોગ્ય બજેટ ગણાવ્યું છે.

અમેરિકા-ભારત વ્યૂહાત્મક અને ભાગીદારી મંચના અધ્યક્ષ મુકેશ અઘીએ બજેટને વ્યાપક બજેટ ગણાવ્યું છે, સાથે જણાવ્યું હતું કે બજેટમાં લેવામાં આવેલા નીતિકીય નિર્ણયો અમેરિકન કંપનીઓને પ્રોત્સાહન આપનારાઓ છે.

USIAPF પ્રમુખએ કહ્યું કે, આ બજેટ ભારતીય બજારોને મુક્ત બનાવે છે અને અમેરિકન કંપનીઓ વધુ રોકાણ કરવા પ્રોત્સાહન આપે છે, સાથે સાથે તે નીચલા વર્ગની સમૃદ્ધિ અને વિકાસની ખાતરી કરે છે.

તેમણે આગળ કહ્યું કે, આ 'એપલ' જેવી કંપનીઓ માટે 'સારા સમાચાર' છે. અઘીએ કહ્યું કે, બજેટમાં સકારાત્મક અને માળખાકીય પરિવર્તનનો પ્રયાસ પણ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત અમેરિકા-ભારત વેપાર પરિષદના અધ્યક્ષ નિશા દેસાઈ બિસ્વાલે જણાવ્યું હતું કે, 'અમે 2019-2020નું બજેટ જોઈને ખુશ છીએ.’

અમેરિકા અને ભારતના ચેમ્બર ઓફ કોમર્સના અધ્યક્ષ કરુણ ઋષિએ જણાવ્યું કે, આ દુરદ્રષ્ટિ બજેટ છે. જેમાં તાત્કાલિક મળતી સુવિધાઓને ધ્યાનમાં લઇને આવનારા 10 વર્ષની યોજનાઓ દર્શાવવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details