માહિતી પ્રમાણે, પુલવામાં હુમલા બાદ અમૅરિકા પાસેથી આ પ્રસ્તાવ આવ્યો છે. જો કે, હિંદ-પ્રશાંત મહાસાગરમાં ચીનના વધતા લશ્કરીકરણને ધ્યાનમાં લઈને અમેરિકાએ આ નિર્ણય લીધો છે.
અમેરિકાએ ભારતને હથિયારોથી સજ્જ ડ્રોન વેચવાની આપી મંજૂરી - donald trump
નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રંપે ભારતને હથિયારોથી સજ્જ ડ્રોનના વેચાણની મંજૂરી આપી દીધી છે. ડ્રોનના વેચાણની મંજૂરી સાથે અમેરિકાએ એર અને મિસાઇલ સિસ્ટમોનો પણ પ્રસ્તાવ મુક્યો છે. જેનો હેતુ તર્કસંગત રીતે હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં વહેંચાયેલ સુરક્ષા હિતોને મદદરૂપ થવા માટે છે.
વ્હાઈટ હાઉસના વરિષ્ઠ અધિકારીએ પીટીઆઈ સાથેની વાતચીતમાં જણાવ્યું કે,અમૅરિતાએ ભારતને હથિયારોથી ભરેલ ડ્રોન વેચવાની મંજૂરી આપી દીધી છે. અમેરિકાએ ભારતને સંકલિત હવા અને મિસાઇલ સંરક્ષણ તકનીકની પણ ઓફર કરી હતી, પરંતુ ભારતને આ ડ્રોન ક્યારે આપવામાં આવશે તે નથી જણાવ્યું.
જૂન 2017માં ડૉનાલ્ડ ટ્રંપ અને PM મોદીની બેઠક થઈ હતી, જેમાં અમૅરિકાએ ભારતને ગાર્જિયન ડ્રૉનના દેખરેખ આવૃત્તિને વેચવાની સંમતિ આપી છે. હાલ અમેરિકાના આ પ્રસ્તાવ પર નવી દિલ્હીમાં વિચાર-વિમર્શ કરવામાં આવી રહ્યો છે.